અરવલ્લી: મોડાસા શાળાઓમાં શિક્ષકે દ્વારા વિદ્યાર્થીઓને સજા રૂપે માર મારવાની(Incident of beating students in Modasa ) ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. આ ઘટનાઓના બને તે માટે સરકાર દ્વારા કડક નિયમો બનાવી સજાની જોગાવાઇ પણ કરી છે. છતાં કેટલાક શિક્ષકો ક્રુરતાની હદ વટાવી જાય છે. આવુ જ કંઈક બન્યુ છે અરવલ્લીના મોડાસામાં જ્યાં ખાનગી શાળાના શિક્ષકે એક સાથે 50 વિદ્યાર્થીઓને લાકડી વડે માર મારતા શરીર શોળ ઉપસી આવ્યા છે.
બાળકોના શરીર પર શોળ ઉપસી આવ્યા
અરવલ્લીના મોડાસાની ચાણક્યમાં 11ધોરણ સાયન્સમાં ભણતા વિદ્યાર્થી માટે ગઇકાલનો દિવસ કાળ સમાન હતો. વિદ્યાથીઓના જણાવ્યા અનુસાર શિક્ષક પીનલ પટેલ તેમના ઉપર અમાનુષી બની તુટી પડ્યો હતો. પીનલ પટેલ તેમના ઉપર સતત લાકડીઓ વીજીંતો રહ્યો. વિદ્યાર્થી થી દર્દ સહન થતુ ન હતં પરંતુ શિક્ષક વારંવાર ધમકીઓ આપી બસ લાકડીઓ મારી રહ્યા હતા એટલી હદે કે બાળકોના કુમળા શરીર પર શોળ ઉપસી આવ્યા હતા.
આ પણ વાંચોઃ Students Accident: અમદાવાદના ખાનગી ટ્યુશનના વિદ્યાર્થીઓનો અકસ્માત, 20ને ઇજા
વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના
પોતાના વહાલ સોયા બાળકના શરીર સોટીના સોળ જોઈને વાલીઓ સમસમી ઉઠયા હતા અને શાળા ફરીયાદ કરવા ગયા હતા. જોકે શિક્ષક પીનલ પટેલ આ અંગે કંઈક ગણકાર્યુ નહિ અને થાય તે કરીલો તેવો જવાબ આપ્યો હતો. શાળામાં ભણતા વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાઓ વધતા સરકારે કોર્પોરલ પનીશમેંટ પર પ્રતિબંધ મુકી સખત નિયમો બનાવ્યા છે, પરંતુ આ નિયમો ફકત કાગળ પર હોય તેમ શિક્ષકો અવારનવાર રૌદ્ર સ્વરૂપ બતાવે છે. આ અંગે મળતી માહિતી અનુસાર અરવલ્લી શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યુ છે ત્યારે જોવુ રહ્યુ કે શાળા વિરૂદ્વ શું પગલા લેવાય છે. નોંધનીય છે કે શિક્ષક પીનલ પટેલ શિક્ષક તેમજ શાળાના ટ્રસ્ટી છે .
આ પણ વાંચોઃ Department of Energy paper scam: કથિત મુખ્ય સૂત્રધારે પ્રેસ કોન્ફરન્સ યોજીને કર્યો ખુલાસો