ETV Bharat / state

અરવલ્લીમાં બોર્ડની પરીક્ષાના પગલે શિક્ષણ વિભાગ સજ્જ

અરવલ્લીમાં બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ સજ્જ થયું છે. 5 માર્ચથી રાજ્યમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે સારા ગુણ મેળવી ઉજ્જવળ કારકિર્દી બનાવવા વિદ્યાર્થીઓ સખત મહેનત કરી રહ્યાં છે. બીજી તરફ વિદ્યાર્થીઓ નિર્વિઘ્ને અને શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્રએ પણ તૈયારીઓ પુરી કરી છે.

ETV BHARAT
ETV BHARAT
author img

By

Published : Mar 3, 2020, 10:18 PM IST

અરવલ્લી: પાંચ માર્ચથી શરૂ થનારી બોર્ડની પરીક્ષામાં અરવલ્લી જિલ્લામાં એસ.એસ.સીના 29 કેન્દ્રો પરથી 22,333 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.

  • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 2308 પરીક્ષાર્થીઓ છે.
  • સામાન્ય પ્રવાહના 10,057 વિદ્યાર્થીઓ

બોર્ડની પરીક્ષાના યોગ્ય આયોજન માટે એસ.એસ.સીના મોડાસા ખાતે ઝોન બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મળતી માહિતી અનુસાર ધોરણ 10ના તમામ 29 કેન્દ્રોમાંથી 9 સંવેદનશીલ 19 અતિ સંવેદનશીલ કેન્દ્રો છે. જ્યારે ધોરણ 12ના 13 કેન્દ્રોમાંથી 2 કેન્દ્રો સંવેદનશીલ અને 5 અતિ સંવેદનશીલ કેન્દ્રો છે. ધોરણ 10ના તમામ 29 કેન્દ્રોમાંથી 57 બિલ્ડિંગ પર તેમજ ધોરણ 12ના 13 કેન્દ્રોમાં 29 બિલ્ડીંગ પર પરીક્ષા લેવામાં આવશે.

પરીક્ષા દરમિયાન સરકારી વર્ગ એક અને બે કક્ષાના અધિકારીઓ સંપૂર્ણ ત્રણ કલાક સુધી નિરીક્ષક તરીકે હાજરી આપશે. તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લાના તમામ કેન્દ્રો પર પેરા મિલેટ્રી ફોર્સ ખડે પગે સેવા આપશે.

અરવલ્લીમાં બોર્ડની પરીક્ષાના પગલે શિક્ષણ વિભાગ સજ્જ

જ્યારે મોડાસાની કે.એન.શાહ હાઇસ્કૂલના આચાર્ય એમ. આઈ જોશીએ વિદ્યાર્થીઓને તણાવ મુક્ત રીતે પરીક્ષા આપવાની સલાહ આપી હતી. જિલ્લાની તમામ શાળાઓ સીસીટીવી કેમેરાથી સજ્જ છે, અને દરેક શાળામાં પરીક્ષાના મોનીટરીંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.