અરવલ્લીઃ જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવના 118 દર્દીઓ નોંધાયા છે. જેમાં બાયડ તાલુકાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર મળી 14 કેસનો સમાવેશ થાય છે. બાયડ તાલુકાના આંબલીયારા, ચોઇલા, ડેમાઇ ગાબટ, સાંઠબા, તેનપુર અને બાયડ શહેરમાં કોરોના પોઝિટિવના કેસ નોંધાયા હતા, તમામને બાયડની વાત્રકની કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયા હતા. જેમની સારવાર પૂર્ણ તથા દર્દીને રજા આપવામાં આવી છે.
![અરવલ્લીના બાયડમાં કોરોના પ્રભાવિત ગામોમાં ઇમ્યુનિટી કિટનું વિતરણ કરાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-03-immunity-kit-photo1-gj10013jpeg_30052020173911_3005f_1590840551_749.jpeg)