ETV Bharat / state

મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉજવણી - ગાયત્રી મહામંત્ર

અરવલ્લી જિલ્લાના મોડાસામાં ગાયત્રી પરિવાર દ્વારા ગુરૂ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષ ગાયત્રી મંદિરમાં ગુરૂ પૂર્ણિમાની 4 દિવસ ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આ વખતે શ્રદ્ધાળુઓના સ્વાસ્થને ધ્યાનમાં રાખીને ઉજવણી એક દિવસ જ રાખવામાં આવી હતી.

ગાયત્રી ચેતના કેન્દ્ર
ગાયત્રી ચેતના કેન્દ્ર
author img

By

Published : Jul 5, 2020, 7:25 PM IST

અરવલ્લીઃ ભારતીય સંસ્કૃતિમાં ગુરૂ પૂર્ણિમા પર્વ ગુરૂ અને શિષ્યના શ્રદ્ધા- સમર્પણ ભર્યા સંબંધોની સંકલ્પિત ભાવનાઓની પુન:જાગૃતિ માટે ખૂબ જ અગત્યનો ઉત્સવ છે. મોડાસા ખાતે ગાયત્રી પરિવાર દ્વારા દર વર્ષે 4 દિવસીય ગુરૂ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે હાલ કોરોના વાઇરસની મહામારી વચ્ચે સૌના સ્વાસ્થ્ય અને સુરક્ષાની વિકટ પરિસ્થિતિ અનુસાર ગુરૂ પૂર્ણિમા પર્વ ઉજવણી ગાયત્રી સાધકોને પોતાના ઘરે જ રહી નિર્ધારીત કરેલા સમયે જપ, સાધના, ધ્યાન અને ગાયત્રી યજ્ઞ દ્વારા ગુરૂ પૂજન કરવા સૂંચન કરાયું હતુ. ત્યાર બાદ સોશિયલ ડિસ્ટન્સીંગ પાલન તેમજ માસ્ક બાંધીને તથા સેનેટાઈઝરનો ઉપયોગ કરી ફક્ત દર્શનાર્થે ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આવી તુંરત જ પરત ફરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉજવણી
  • ગાયત્રી પરિવાર દ્વારા ગુરૂપૂર્ણિમા ઉત્સવની ઉજવણી
  • 4 દિવસીય ગુરૂપૂર્ણિમા પર્વની ઉજવણી 1 દિવસમાં કરાશે
  • આસપાસના ગામોમાં વૃક્ષગંગા અભિયાન અંતર્ગત તરુપૂત્ર, તરુમિત્ર રુપે વૃક્ષોના જતન માટે ઓનલાઈન મેસેજ
  • ઘરે જ રહી નિર્ધારીત કરેલા સમયે જપ, સાધના, ધ્યાન અને ગાયત્રી યજ્ઞ દ્વારા ગુરૂ પૂજન કરવા સૂચન કરાયું
  • ફક્ત દર્શનાર્થે ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આવી તરત જ પરત ફરવાનું આયોજન કરવામાં આવ્યું

ગાયત્રી પરિવાર, મોડાસાના અગ્રણી હરેશભાઇ કંસારા એ ગુરૂ પૂર્ણિમાનું મહત્વ સમજાવતા જણાવ્યુ હતું કે, ગુરૂએ ભાવસંવેદનાની ગંગોત્રી છે. શિષ્યો માટે આત્મમૂલ્યાંકનનું પર્વ છે. પૂજ્ય ગુરૂદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્ય દ્વારા રચિત 3200 પુસ્તકોની વિચારધારાને જીવનમાં ઉતારી જન જનમાં સદ્દબુદ્ધિ- સદચિંતન માટે તન-મન-ધનથી અથાગ પ્રયત્નો માટે આજે આપણે સૌ સંકલ્પિત બનવાનો અવસર છે.

ગાયત્રી પરિવાર યુવા સંગઠન, ગુજરાતના અગ્રણી કિરીટભાઈ સોનીએ વિશેષમાં સૌ સાધકોને ગુરૂ પૂર્ણિમા પર્વથી રક્ષાબંધન સુધી મોડાસા તેમજ આસપાસના ગામોમાં વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત તરુપૂત્ર, તરુમિત્ર રુપે વૃક્ષોના જતન માટે ઓનલાઈન મેસેજ દ્વારા સૌને સમજ આપી હતી. એક મહિના દરમિયાન ગામે ગામ વૃક્ષારોપણ કાર્યક્રમ દરેક ગામના સ્થાનિક સાધકો દ્વારા ચલાવવા આયોજન કરવામાં આવ્યું છે.

અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના મુખ્યાલય શાંતિકુંજ, હરિદ્વાર દ્વારા ગુરૂ પૂર્ણિમા પર્વ ઉજવણી પર દેશ વિદેશમાં કરોડો સાધકોને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા વિશેષ સંદેશ તથા પૂજ્ય ગુરૂદેવ દ્વારા શરું કરાયેલા વિચાર ક્રાંતિ અભિયાન થકી યુગ પરિવર્તન હેતુ માનવમાત્રને સદ્દબુદ્ધિ માટે વિશેષ ગાયત્રી મહામંત્ર અને યજ્ઞીય પરંપરાને જીવનમાં આત્મસાત કરવા તથા આત્મનિરિક્ષણ કરી જીવનમાં સન્માર્ગે ચાલવા પ્રેરણા માટે અનેક પ્રકારના આંદોલન, સ્થળ, સંજોગો અનુસાર સૌની સ્વાસ્થ્યની સુરક્ષા જળવાઈ રહે તે રીતે તીવ્ર ગતિ લાવવા આહવાન કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.