અરવલ્લી: જિલ્લામાં ગુજકેટ પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં મોડાસાની નવ શાળામાં 120 બ્લોકમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા ત્રણ સેશનમાં યોજવામાં આવી હતી. જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલી પરીક્ષામાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે વિદ્યાર્થીઓનું સ્ક્રિનિંગ કરી તેમને પરીક્ષા સેન્ટરોમાં પ્રવેશ આપવામાં આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓએ માસ્ક પહેરીને પરીક્ષા આપી હતી. જે વિદ્યાર્થીઓ પાસે માસ્ક ન હતા તેમને જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા માસ્ક આપવામાં આવ્યા હતા.
સેશન | વિષય | કુલ વિદ્યાર્થીઓ | હાજર વિદ્યાર્થીઓ | ગેર હાજર વિદ્યાર્થીઓ |
પ્રથમ સેશન | કેમેસ્ટ્રી અને ફીઝીક્સ | 1901 | 1583 | 318 |
બીજુ સેશન | બાયોલોજી | 1497 | 1261 | 236 |
ત્રીજુ સેશન | મેથ્સ | 407 | 322 | 85 |
એક બેંચ પર એક જ બેઠકની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુજકેટની પરીક્ષાને ધ્યાનમાં રાખીને તમામ પરીક્ષા કેંદ્રો પર પોલીસના જવાનો તેમજ શિક્ષણ વિભાગની ટીમ તૈનાત કરવામાં આવી હતી.