ETV Bharat / state

ચૂંટણીમાં ઉમેદવારો અને પક્ષો પર ચૂંટણી પંચની રહેશે ત્રીજી આંખ - Gujarat Election 2022

વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને નાગરિકોનો વિશ્વાસ દ્રઢ થાય તે માટે ચૂંટણીતંત્ર સુવ્યવસ્થિત, આયોજનબદ્ધ અને પારદર્શકતા સાથે કાર્ય કરી રહ્યું છે. આ સાથે રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા ચૂંટણીમાં કરાતા ખર્ચ પર નજર રાખવા ત્રિસ્તરીય વ્યૂહરચના ગોઠવવામાં આવી છે. (Election Commission three pronged strategy)

ઉમેદવાર ચૂંટણીમાં મર્યાદા બહાર જશે તો ગેરલાયક : ઉમેદવારો પક્ષો પર ચૂંટણી પંચની ત્રીજી આંખ

author img

By

Published : Nov 18, 2022, 2:42 PM IST

અરવલ્લી ચૂંટણી સમયે રાજકીય પક્ષો અને ઉમેદવારો વિવિધ રીતે, વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને ચૂંટણી પ્રચાર કરીને મતદારો સુધી પોતાની વાત પહોંચાડતા હોય છે. આ માટે તેઓ ખર્ચ કરતા (Election Observation Team)હોય છે. જોકે કોઈપણ ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાયે તંદુરસ્ત લોકશાહીની નિશાની છે. આ માટે કેન્દ્રીય ચૂંટણી પંચે આદર્શ આચારસંહિતા નક્કી કરી છે અને નિયમો બનાવ્યા છે. જે મુજબ, ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા રૂપિયા 40 લાખ નક્કી કરવામાં આવી છે. એટલું જ નહીં, ઉમેદવારો દ્વારા ચૂંટણી લડવા પ્રચારમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ભાવ પણ ચૂંટણી પંચે નક્કી કર્યા છે. જો કોઈ ઉમેદવાર નિર્ધારિત મર્યાદાથી વધુ ખર્ચ કરે તો ગેરલાયક ઠરે છે. એટલે દરેક ઉમેદવારે 40 લાખની મર્યાદામાં ખર્ચ કરવાનો હોય છે. (Election Commission three pronged strategy)

નિરીક્ષક ટીમ તૈનાત તો બીજી તરફ ચૂંટણીમાં કરાતા ખર્ચ પર નજર રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા અરવલ્લી જિલ્લામાં દરેક વિધાનસભા વિસ્તાર દીઠ બે-બે સભ્યોવાળી બે વિડિયો સર્વેલન્સ ટીમ, ત્રણ સભ્યની એક વિડિયો વ્યુઇંગ ટીમ તેમજ બે સભ્યોની ખર્ચ નિરીક્ષક ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત ખર્ચ નિરીક્ષક (Election Observation Team) તેમજ સમગ્ર જિલ્લામાં ચૂંટણી ખર્ચના એક નોડલ અધિકારી પણ નિયુક્ત થયેલા હોય છે. (Expenditure limit in Gujarat elections)

આચાર-સંહિતા ભંગ અંગે લેવાય છે નોંધ સૌથી પહેલા રાજકીય પક્ષ કે ઉમેદવાર દ્વારા પોતાના મતવિસ્તારના ચૂંટણી અધિકારીને રેલી કે સભા યોજવા અંગે પૂર્વ મંજૂરી માંગવામાં આવે છે. આ સભા રેલી મંજૂરી પછી યોજી શકાય છે. ચૂંટણી અધિકારી પોતાની વિડિયો સર્વેલન્સ ટીમને તેની જાણકારી આપીને, જે-તે રેલી કે સભાનું વિડિયો રેકોર્ડિંગ કરાવે છે. એ પછી વિડિયો વ્યૂઇંગ ટીમ આ વિડિયો રેકોર્ડિંગનું નિરીક્ષણ કરે છે અને રેલી કે સભામાં થયેલા ખર્ચની વિગતો 12 મુદ્દાના પત્રકમાં નોંધે છે. જો પત્રકમાં દર્શાવેલા ન હોય એવા મુદ્દે પણ ખર્ચ થયેલો જણાય તો, તેનો ખાસ ઉલ્લેખ કરીને નોંધ કરવામાં આવે છે. ઉપરાંત રેલી કે સભામાં, ભાષણમાં ક્યાંય અયોગ્ય શબ્દોનો પ્રયોગ નથી થયો ને, ક્યાંય આચારસંહિતાનો ભંગ થયેલો છે કે કેમ, તે ખાસ જોવામાં આવે છે. (election commission gujarat)

નિયત નમૂના સાથે પત્રક આપેલું એ પછી આ પત્રક કે અહેવાલ બે સભ્યોની બનેલી ખર્ચ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવે છે. ખર્ચ સમિતિ ઉમેદવારના ખાતે આ ખર્ચ ઉમેરે છે. આ ઉપરાંત દરેક ઉમેદવારને પણ નિયત નમૂના સાથે પત્રક આપેલું હોય છે. જેમાં તેમણે જાતે જ પોતાનો ચૂંટણી ખર્ચ ઉધારવાનો હોય છે. મહત્વનું છે કે, નામાંકન પછી ઉમેદવારે ચૂંટણી પંચની ટીમ સમક્ષ ત્રણવાર પોતાનું ખર્ચ રજીસ્ટર રજૂ કરવાનું હોય છે. ચૂંટણી પંચની ખર્ચ સમિતિ ઉમેદવારે રજૂ કરેલા ખર્ચની વિગતો અને પોતે એ ઉમેદવાર અંગે નોંધેલા ખર્ચની વિગતોને તપાસે છે અને જો ઉમેદવારે કોઈ ખર્ચ લખ્યો ના હોય કે તેના ધ્યાન બહાર ગયો હોય તો તે ઉમેરવા કહે છે. જો ઉમેદવારની ખર્ચ સીમા 40 લાખની નજીક પહોંચે તે પંચ દ્વારા તેને ખર્ચ મર્યાદા અંગે સૂચના પણ આપવામાં આવે છે. (Gujarat Election 2022)

નાણા પ્રલોભનથી ચૂંટણી પ્રક્રિયા આમ ઉમેદવારો રાજકીય પક્ષો દ્વારા કરાતા ચૂંટણી ખર્ચ પર બારીક નજર રાખવામાં આવે છે અને નાણા પ્રલોભનથી ચૂંટણી પ્રક્રિયાને દૂષિત નથી કરાતીને તેનું નિરીક્ષણ કરવામાં આવે છે. જો કોઈ ઉમેદવાર 40 લાખ રૂપિયા કરતાં વધુ ખર્ચ કરે તો તે ગેરલાયક ઠરે છે. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.