મોડાસા અરવલ્લી લોકશાહીના અવસરસમી રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણી2022ના(Gujarat Assembly Election 2022) બીજા તબક્કાનું મતદાન 5 તારીખે યોજવા જઈ રહ્યું છે. જેમાં અરવલ્લીમાં ચૂંટણી પંચના માર્ગદર્શન મુજબ બનાવાયેલા(Aravalli Assembly Seat) નવીન પ્રકારના બૂથ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
છાંયડાની વ્યવસ્થા મંડપ બાંધીને મતદારો માટે છાંયડાની વ્યવસ્થા કરવામાં આવીસ્ત્રી-પુરુષ માટે અલગથી વેઇટિંગ એરિયા બનાવવામાં આવ્યો હતો. મતદારોને બી.પી. અને ડાયાબીટીસ સહિતના ચેકઅપ કરી આપવામાં આવ્યા હતા. મોડાસા વિધાનસભા બેઠકના ભેરુન્દ્રા ગામ ખાતે તૈયાર મોડેલ મતદાન મથક ખાતે મંડપ બાંધીને મતદારો માટે છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્ત્રી-પુરુષ માટે અલગથી વેઇટિંગ એરિયા બનાવવામાં આવ્યો હતો. મેડિકલ હેલ્થ માટે ડેસ્કની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં મતદારોને બી.પી. અને ડાયાબીટીસ સહિતના ચેકઅપ કરી આપવામાં આવ્યા છે. સ્ત્રી-પુરુષના જુદાં-જુદાં ટોયલેટ તેમજ દિવ્યાંગો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ સુશોભીત મતદાર સહાયતા કેન્દ્ર દ્વારા મહત્તમ પ્રમાણમાં મતદારો મતદાન કરે, તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
રંગોથી સજાવવામાં આવ્યું મતદાન મથકને વિવિધ રંગોથી સજાવવામાં આવ્યું હતું. તેમજ મતદાન મથક ઉપર ચૂંટણી અને લોકશાહી પ્રત્યે લોકોની રૂચિ વધે અને લોકોમાં ઉત્સાહપૂર્વક મતદાનમાં રસ લેતા થાય તેવા પોસ્ટર અને બેનર લગાડવામાં આવ્યા હતા. આમ, મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા.
મોબાઈલ ફોન પર પ્રતિબંધ ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, મતદાન મથકો પર અને મત ગણતરી સમયે મત ગણતરી કેન્દ્રમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ભારતના ચૂંટણી પંચે આપેલા નિર્દેશ પ્રમાણે ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા અધિકૃત અધિકારી કે પોલીસ અધિકારી સિવાય કોઈપણ વ્યક્તિ મતદાન મથકની અંદર કે મતદાન મથકના 100 મીટર ત્રિજયાના વિસ્તારમાં સેલ્યુલર ફોન-મોબાઇલ ફોન, કૉડલેસ ફોન કે વાયરલેસ સેટ લઈ જઈ શકશે નહીં. ભારતના ઇલેક્શન કમિશનના આદેશોનું ચુસ્ત પાલન કરવામાં આવશે.
ગૌરવવંતી લોકશાહીને ઉજાગર મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ રાજ્યના મતદાતાઓને અપીલ કરતાં કહ્યું હતું કે, આપણા ઘર આંગણે ગૌરવવંતી લોકશાહીને ઉજાગર કરવાનો અવસર આવી ગયો છે. તારીખ 05 મી ડિસેમ્બરના રોજ અચૂક મતદાન કરી આપના નાગરિક ધર્મનું પાલન કરવા હું તમામ મતદારોને આગ્રહપૂર્વકની વિનંતી કરું છું.