- અરવલ્લી ગ્રામ પંચાયતોની સામાન્ય મધ્યસત્ર પેટા ચૂંટણી
- ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તેવી વહીવટી તંત્ર દ્વારા કામગીરી
- પેટા ચૂંટણીઓ પૂર્વે હાથ ધરાયેલી વિગતો આપવા પત્રકાર પરિષદ યોજાઈ
અરવલ્લીઃ રાજ્ય ચૂંટણી આયોગ ગુજરાત(State Election Commission) ગાંધીનગર દ્વારા 19 ડિસેમ્બર 2020 ના રોજ ગ્રામ પંચાયતોની સામાન્ય મધ્યસત્ર પેટા ચૂંટણીઓ (Gram Panchayat Election2021)યોજવામાં આવશે. જેમા ચૂંટણીમાં ઉમેદવારો માટે આદર્શ આચાર સંહિતા તારીખ 22 નવેમ્બર 2021 થી ગ્રામ પંચાયતની ચૂંટણીના હેઠળ વિસ્તારોમાં અમલી બની છે. અરવલ્લી જિલ્લામાં આગામી ચૂંટણી મુક્ત (Aravalli Gram Panchayat Election )અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે રીતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે.આ અંગે જિલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીનાએ પત્રકાર પરિષદ (Aravalli Press Conference )યોજી હતી.
લોકોની સમસ્યા ઉજાગર કરવામાં પત્રકારો અમુલ્ય ફાળો
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં સર્કીટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર ડો.નરેન્દ્ર કુમાર મીના અધ્યક્ષતમાં ગ્રામ પંચાયતોની સામાન્ય, મધ્યસત્ર, પેટા ચૂંટણીઓ પૂર્વે હાથ ધરાયેલી વિગતો આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી.પત્રકાર પરિષદ સંબોધતા જિલ્લા કલેકટર ડૉ.નરેન્દ્ર કુમાર મીના એ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્રારા 22 નવેમ્બર થી ચૂંટણીની જાહેરાત કરાઈ છે. જે અંતર્ગત મીડિયાના માધ્યમથી ચૂંટણીને લગતા સમાચારો લોકો સુધી તેમજ તંત્ર સુધી પહોંચાડવામાં પત્રકારોનો અમૂલ્ય ફાળો રહેલો છે. ચૂંટણી દરમિયાન અનેક બાબતો તંત્રના ધ્યાને આવતી નથી તેને ઉજાગર કરી અમારા સુધી પહોંચાડવામાં આવે જેનાથી તંત્ર પણ લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે અસરકારક પગલાં લઈ શકે અને દરેક મુદ્દાઓનું સમયસર નિરાકરણ લાવી શકીએ.
ક્યાં ચૂંટણી યોજાશે ?
અરવલ્લી જિલ્લામાં તાલુકામાં 230 ગ્રામ પંચાયતના સરપંચની 201 બેઠકો તથા વોર્ડના સભ્યોની 1783 માં ચૂંટણી યોજાશે જેમાં જિલ્લાના બાયડ ખાતે ગ્રામ પંચાયતની એક બેઠક પર મધ્યસત્ર ચૂંટણીઓ યોજાશે. ગ્રામ પંચાયતોની સામાન્ય ,મધ્ય સત્ર , પેટાચૂંટણીમાં 68 અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલ છે . જિલ્લામાં 631 મતદાન મથકો પર સામાન્ય ચૂંટણી જ્યારે 57 મથકો પર પેટાચૂંટણી તથા 06 મથકો પર મધ્યસત્ર ચૂંટણી મળી કુલ 694 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે.
આ પણ વાંચોઃ App Roadmap Gujarat Election 2022: મહિલા અને શિક્ષણના મુદ્દાઓને લઈ ગુજરાત આપ ચૂંટણી લડશે
આ પણ વાંચોઃ Beware of Omicron: ઓમિક્રોનના કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1,200 બેડ રિઝર્વ