- અરવલ્લીમાં વરલી મટકા જુગાર રમતા 2 ઝડપાયા
- પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 6800નો મુદ્દામાલ કર્યો કબજે
- અરવલ્લી જિલ્લા એલસીબીની ટીમે કરી કાર્યવાહી
અરવલ્લીઃ અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે ધનસુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ વડાગામમાં વરલી-મટકાનો જુગાર રમાડતા બે શખ્સને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારનું સાહિત્ય સહિત અન્ય મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.
પાનમસાલાના ગલ્લા પર ચાલતું હતું જુગારધામ
અરવલ્લી જિલ્લા એલસીબીની ટીમે ધનસુરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, વડાગામમાં ટાવર નજીક પાન-મસાલાના ગલ્લા ઉપર ખુલ્લી જગ્યામાં બિરેન્દ્રસિંહ ઉર્ફે પલ્લા બાપુ રાઠોડ તેના મળતિયાઓ સાથે વરલી-મટકાનો જુગાર રમાડી રહ્યો છે. એલસીબી પોલીસ બાતમી આધારિત સ્થળે દરોડા પાડી વિષ્ણુ ઓધારભાઈ દેસાઈ અને વનરાજસિંહ પૂજેસિંહ બિહોલાને ઝડપી પાડ્યા હતા. વરલી-મટકાના આંકાડા લખવા માટે ઉપયોગમાં લેવાતું સાહિત્ય, રોકડ રકમ રૂ.1800, મોબાઈલ નંગ-1 કિંમત રૂ. 5 હજાર મળી કુલ રૂ. 6800નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.