- રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠાની હવામાન વિભાગે કરી આગાહી
- ખેડૂતોને પાક અને જાનમાલના રક્ષણ માટે તકેદારીનાં પગલા લેવા જણાવાયું
- અરવલ્લીમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શકયતા
અરવલ્લીઃ હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તારિખ 19 અને 20 માર્ચના રોજ અરવલ્લીમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શકયતા છે.
APMCમા રહેલી જણસીઓ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા સલાહ અપાઈ
હવામાન વિભાગની આગાહીને પગલે અરવલ્લી જિલ્લાના ખેડૂતોને પાક અને જાનમાલના રક્ષણ માટે તકેદારીનાં પગલા લેવા સંબંધિત ખેતીવાડી વિભાગ દ્વારા ભલામણ કરવામાં આવી છે. ખેતરમાં કાપણી કરેલા પાક અથવા ઘાસચારો ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવા ઢગલાની ફરતે માટીનો પાળો બનાવાનું સુચન કરવામા આવ્યુ છે. આ ઉપરાંત પાકને APMC માં વેચવા લઈ જતી વખતે તાડપત્રીથી ઢાંકવી જેથી આકસ્મિક વરસાદ થી કોઇ બગાડ થાય નહી. આ ઉપરાંત APMCમા રહેલી જણસીઓ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા તમામ વેપારી મિત્રોને પણ સલાહ આપવામાં આવી છે.