ETV Bharat / state

અરવલ્લીના મેશ્વો ડેમમાંથી 2 પાણી આપ્યા બાજ પાણી બંધ થતાં ખેડૂતો મુશ્કેલીમાં - મોડાસાના તાજા સમાચાર

અરવલ્લી જિલ્લામાં રવિ પાકનું વાવેતર પુર્ણ થઇ ચૂક્યું છે. જિલ્લાના 4 જળાશયો ડેમ થકી ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે. જેમાં મેશ્વો ડેમની કેનાલ વિસ્તારની 2000 હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. રવિ સિઝનના પાક માટે 2 રાઉન્ડ પાણી અપાયા બાદ ત્રીજા તબક્કાનું પાણી ન આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જેથી મોડાસા તાલુકાના રસુલપૂર ગામે ખેડૂતોએ એકઠા થઇ પાણી આપોની માગ કરી હતી.

ETV BHARAT
અરવલ્લીના મેશ્વો ડેમમાંથી 2 પાણી આપ્યા બાજ પાણી બંધ થતાં ખેડૂતો મુશ્કેલીમાં
author img

By

Published : Jan 14, 2021, 9:53 PM IST

  • મેશ્વો ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરાયું
  • મોંઘું બિયારણ લાવી વાવેતર કર્યુ છે ત્યારે પાક મુરજાય તેવી પરિસ્થિતિ
  • ખેડૂતોએ એકત્ર થઇ પાણી આપવા માગ કરી
    અરવલ્લીના મેશ્વો ડેમમાંથી 2 પાણી આપ્યા બાજ પાણી બંધ થતાં ખેડૂતો મુશ્કેલીમાં

અરવલ્લીઃ જિલ્લામાં રવિ પાક માટે જિલ્લાના 4 ડેમોમાંથી ખેડૂતોને પાણી આપવામાં આવે છે. જેમાં મેશ્વો ડેમની કેનાલ વિસ્તારના ખેડૂતોને શરૂઆતના 2 રાઉન્ડનું પાણી આપવામાં આવ્યુ હતું. જો કે, ત્રીજા રાઉન્ડનું પાણી ટેકનીકલ કારણોસર ન આપવામાં આવતા સિંચાઇ માટે કેનાલના પાણી પર નિર્ભર ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડુતોએ રવિ સિઝન માટે 900 રૂપિયે મણ ઘઉં અને 3000 રૂપિયે મણ બટાકાનું મોંઘું બિયારણ લાવી વાવેતર કર્યુ છે, ત્યારે પાક મુરજાય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.

6 હજાર ખેડૂતોની 4,600 હેક્ટર જેટલી જમીન પર સંકટ

મેશ્વો કેનાલ થકી આપવામાં આવતા પાણીથી 6 હજાર ખેડૂતો ખેતી કરે છે. ત્રીજા રાઉન્ડના પાણી ન મળવાથી અંદાજે 4,600 હેક્ટર જેટલી જમીન પર વાવણી કરેલા રવિ પાક પર સંકટ તોળાઈ રહ્યું છે .

ETV BHARAT
ઘઉં

અધિકારીઓએ સ્થળ પર આવી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું

આ મામલે અધિકારીઓએ સ્થળ પર આવી ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને ટૂંક સમયમાં પાણીનો રાઉન્ડ છોડવાનું આશ્વાસન આપ્યું હતું. જો કે, ખેડૂતો માટે હાલ બીજી કોઇ સમાજવાટની સામે પાણી મહત્વનું હોય તેવું લાગી રહ્યું છે.

અરવલ્લી જિલ્લામાં કેટલુ અને ક્યા પાકનું વાવેતર કરવામાં આવ્યું

અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ મુખ્યત્વે ઘઉં, બટાકા અને ચણાનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં 54 ટકા ઘઉં, 15 ટકા બટાકા અને 12 ટકા ચણાનું વાવેતર નોંધાયું છે. આ સાથે જ જિલ્લામાં રવિ સિઝનમાં 70,354 હેક્ટરમાં ઘઉં, 14,041 હેક્ટરમાં ચણા, 19,247 હેક્ટરમાં બટાકા અને અન્ય પાકો મળી કુલ 1,30,611 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.