ETV Bharat / state

શામળાજીમાં આદિવાસી સગીરાની છેડતી અંગે પરિવારજનોએ કલેક્ટરને રજૂઆત કરી

અરવલ્લી: શામળાજીમાં ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની ખુલ્લે આમ છેડતી થતાં પીડિતા અને તેના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ એસસી-એસટી સેલના Dysp ગઢવીને સોંપવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, પરિવાજનોએ કલેકટરની મુલાકાત કરી ભવિષ્યમાં આવુ ન બને તે બાબતે રજુઆત કરી હતી.

arvali
અરવલ્લી
author img

By

Published : Dec 7, 2019, 11:34 PM IST

Updated : Dec 7, 2019, 11:41 PM IST

અરવલ્લી જિલ્લાના શામળાજીમાં થોડા દિવસ અગાઉ એક શૈક્ષણિક સંકુલમાં ધો.12માં અભ્યાસ કરતી 3 વિદ્યાર્થીનીઓ શાળામાં પીવાના પાણીની સગવડના હોવાથી સંકુલ બહાર પાણી પીવા ગઈ હતી. તે સમય દરમિયાન આઈ.ટી.આઈમાં અભ્યાસ કરતો ગણપતસિંહ ઇન્દ્રસિંહ જાડેજા આદિવાસી સમાજની ધો.12ની વિદ્યાર્થીનીની ખુલ્લેઆમ છેડતી કરી હતી. તેમજ બિભસ્ત માંગણી કરી હતી.

શામળાજીમાં સગીરાની છેડતી અંગે પરિવારજનોએ કલેક્ટરને રજુઆત કરી

જો કે, વિદ્યાર્થિનીએ પ્રતિકાર કરતા વેણપુરના ગણપતસિંહ ઇન્દ્રસિંહ જાડેજા નામના ઇસમે યુવતીના વાળ પકડી પછાડી દીધી હતી. જેના કારણે યુવતીને સામાન્ય ઇજાઓ પણ થઇ હતી. ત્યારબાદ વિદ્યાર્થિનીએ શામળાજી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા આરોપીને દબોચી લઈ ગુનામાં વપરાયેલી બાઈક કબ્જે લઈ જેલના સળિયા પાછળ ધકેલી દઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Intro:શામળાજીમાં સગીરાની છેડતી અંગે પરિવારજનોએ કલેક્ટરને રજુઆત કરી

શામળાજી-અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં શામળાજીમાં ધો.૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ખુલ્લેઆમ છેડતી થતા પીડિતા અને તેના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી જેની તપાસ એસસી,એસટી સેલના ડી.વાય.એસ.પી ગઢવીને સોંપવામાં આવી હતી .પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે પરિવાજનોએ કલેકટરની મુલાકત કરી ભવિષ્યમાં આવુ ન બને તે બાબતે રજુઆત કરી હતી.

Body: પ્રાપ્ત માહિતી મુજબ, શામળાજીમાં થોડા દિવસ અગાઉ, શામળાજીના એક શૈક્ષણિક સંકુલમાં ધો.૧૨ માં અભ્યાસ કરતી ૩ વિદ્યાર્થીનીઓ શાળામાં પીવાના પાણીની સગવડ ના હોવાથી સંકુલ બહાર પાણી પીવા ગઈ હતી. તે સમય દરમિયાન આઈ.ટી.આઈમાં અભ્યાસ કરતો ગણપતસિંહ ઇન્દ્રસિંહ જાડેજા આદિવાસી સમાજની ધો.૧૨ ની વિદ્યાર્થીનીની ખુલ્લેઆમ છેડતી કરી બિભસ્ત માંગણી કરી હતી . જોકે વિદ્યાર્થિનીએ પ્રતિકાર કરતા વેણપુરના ગણપતસિંહ ઇન્દ્રસિંહ જાડેજા નામના ઇસમે યુવતિને વાળ પકડી પછાડી દેધી હતી જેના કારણે યુવતિને સામાન્ય ઇજાઓ પણ થઇ હતી. વિદ્યાર્થિનીએ શામળાજી પોલીસસ્ટેશને ફરિયાદ નોંધાવતા આરોપીને દબોચી લઈ ગુન્હામાં વપરાયેલી બાઈક કબ્જે લઈ જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે .Conclusion:
Last Updated : Dec 7, 2019, 11:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.