માલપુરના જોગીવંટા ગામના એક ખેડૂત ટેકાના ભાવે ચણા વેચવા માટે ગયા ત્યારે પુરવઠા અધિકારીએ ચણા રિજેક્ટ કર્યા હતાં. અધિકારીએ જણાવ્યું હતું કે, દેશી ચણા જ ખરીદવાનો પરિપત્ર આવ્યો છે. જેમાં ગુલાબીચણા ન લેવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સંજોગોમાં દૂરથી ચણા વેચવા આવેલા ખેડૂત પરેશાન થઇ ગયા હતા. તેમજ ખેડૂતોમાં નિરાશા પણ છવાઈ ગઈ છે.
માલપુરમાં દેશી અને ગુલાબી ચણાના ચક્કરમાં ખેડૂતો પરેશાન - Farmer
અરવલ્લીઃ સમગ્ર રાજ્યમાં ચણાની ટેકાના ભાવથી ખરીદ શરૂ કરવામાં આવી છે. પરંતુ દેશી અને ગુલાબીના ચક્કરમાં ખેડૂતો ધરમધક્કા ખાઇ રહ્યા છે. માલપુરના જોગીવંટા ગામના ટેકાના ભાવે ચણા વેચવા આવેલા ખેડૂતે ટેકાના ભાવે ચણા વેચવા રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ખેડૂતના રજીસ્ટ્રેશન બાદ ચણા વેચવા તંત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં ખેડૂત ચણા વેચવા માટે ગયા ત્યારે પુરવઠા અધિકારીઓએ ચણા રિજેક્ટ કર્યા હતા.
![માલપુરમાં દેશી અને ગુલાબી ચણાના ચક્કરમાં ખેડૂતો પરેશાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2987483-thumbnail-3x2-arab.jpg?imwidth=3840)
માલપુરના જોગીવંટા ગામના એક ખેડૂત ટેકાના ભાવે ચણા વેચવા માટે ગયા ત્યારે પુરવઠા અધિકારીએ ચણા રિજેક્ટ કર્યા હતાં. અધિકારીએ જણાવ્યું હતું કે, દેશી ચણા જ ખરીદવાનો પરિપત્ર આવ્યો છે. જેમાં ગુલાબીચણા ન લેવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સંજોગોમાં દૂરથી ચણા વેચવા આવેલા ખેડૂત પરેશાન થઇ ગયા હતા. તેમજ ખેડૂતોમાં નિરાશા પણ છવાઈ ગઈ છે.
દેશી અને ગુલાબી વચ્ચે ખેડુત પરેશાન
માલપુર – અરવલ્લી
સમગ્ર રાજ્યમાં ચણાની ટેકાના ભાવથી ખરીદ શરૂ કરવામાં આવી છે પરંતુ દેશી અને ગુલાબીના ચક્કરમાં ખેડુતો ધરમધક્કા ખાઇ રહ્યા છે . માલપુરના જોગીવંટા ગામના ટેકા ના ભાવે ચણા વેચવા આવેલ ખેડૂતે ટેકા ના ભાવે ચણા વેચવા રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ખેડૂત ના રજીસ્ટ્રેશન બાદ ચણા વેચવા તંત્ર દ્વારા મેસેજ કરાયો હતો. જોકે ખેડૂત ચણા વેચવા આવ્યા ત્યારે પુરવઠા અધિકારીઓ એ ચણા રીજેક્ટ કર્યા હતા.
અધિકારીએ જણાવ્યુ હતુ કે દેશી ચણા જ ખરીદવા નો પરિપત્ર આવ્યો છે અને ગુલાબીચણા ન લેવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે . આ સંજોગોમાં દૂર થી આવેલા ખેડૂત પરેશાન થઇ ગયા હતા અને ખોટી રીતે હેરાન કર્યા નો આક્ષેપ કર્યો હતો. ખેડૂત ને નિરાશ થઈ પરત જવાની નોબત આવી હતી .
વિઝયુઅલ - સ્પોટ