- અરવલ્લી જિલ્લામાં ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીોની પરીક્ષાની તૈયારી પૂર્ણ
- જિલ્લાના 48 કેન્દ્રો પર 10 તથા 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે
- ધોરણ 10માં 16 કેન્દ્રો પરથી 8,127 ઉમેદવારો પરીક્ષા આપશે
મોડાસાઃ કોરોનાના કપરા કાળમાં વિદ્યાર્થીઓ સંક્રમિત ન થાય તે માટે રાજ્ય સરકાર તથા શિક્ષણ વિભાગે ધોરણ 10 તથા 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા પરિસ્થિતિને કારણે રદ કરવામાં આવી હતી. ત્યારબાદ કોરોના કાબૂમાં ન આવતા સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લઈને ધોરણ 10 તથા 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતુંય જોકે, હવે પરિસ્થિતિને ધ્યાને રાખીને રિપીટરોની પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો હતો. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ 48 કેન્દ્ર પર આવા વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે.
![ધોરણ 10માં 16 કેન્દ્રો પરથી 8,127 ઉમેદવારો પરીક્ષા આપશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12392558_arvexam_a_gj10013.jpg)
શિક્ષણ પ્રધાનની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટરે યોજી વીડિયો કોન્ફરન્સ
અરવલ્લી જિલ્લાના પરીક્ષા કેન્દ્રો ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ, ગાંધીનગર દ્વારા શિક્ષણપ્રધાન અધ્યક્ષતામાં તેમના સ્થાનેથી કલેકટરની કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરે દરેક વિભાગની કામગીરીની સમીક્ષા કરી હતી.
આ પણ વાંચો- ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓએ કલેકટર કચેરી ખાતે વિરોધ કરી ન્યાયની માંગ કરી
તમામ વિભાગની ટીમને કામગીરી માટે આદેશ અપાયા
જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીણાએ જણાવ્યું હતું કે, પોલીસ ટીમ દ્વારા એક જગ્યા પર વધુ પ્રમાણમાં ટોળાઓ એકઠાં ન થાય તેનું ધ્યાન રાખવું. આરોગ્ય વિભાગ દ્વારા થર્મલ સ્કેનિંગ, માસ્ક, સેનિટાઈઝરની જવાબદારી સોંપાઈ હતી. શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા હોલ ટિકીટ વિદ્યાર્થીઓ માટેની બેઠક વ્યવસ્થાનું ધ્યાન રાખવું. એસ. ટી. વિભાગને પણ પરીક્ષાર્થીઓને સમયસર બસોની વ્યવસ્થા તથા ઝડપથી પરીક્ષા સ્થળે પહોંચાડવાની જવાબદારી તથા સી.સી.ટી.વી. કેમેરાના અધિકારીને પણ સમયસર કેમેરા ચાલુ છે કે બંધ, બીજા કોઈ પ્રકારની સમસ્યા ન થાય તે બાબતનું ધ્યાન રાખવા તથા દરેક ઉમેદવાર માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સરકારની કોરોના ગાઈડલાઈનનું પાલન કરે.
![શિક્ષણ પ્રધાનની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટરે યોજી વીડિયો કોન્ફરન્સ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12392558_arvexam_b_gj10013.jpg)
ધોરણ- 12 સામાન્ય પ્રવાહમાં 2,844 અને વિજ્ઞાન પ્રવાહમાં 532 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આ પરીક્ષામાં ધોરણ 10 તથા 12 (સામન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ)ના રિપીટર, પૃથ્થક તથા ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી સમયમાં 15 જુલાઈ 2021થી 28 જુલાઈ 2021 સુધી બે તબકકામાં 10 થી 1.45 વાગ્યે તથા 2થી 6 કલાકે યોજાશે, જેમાં ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા મોડાસાનાં 3 સેન્ટર ખાતે જિલ્લાના 532 વિદ્યાર્થીઓમાં 528 રિપીટર તથા 4 આઈસોલેટ, સામન્ય પ્રવાહની પરીક્ષા મોડાસા કેન્દ્રના 10 સેન્ટર ખાતે 2,844 વિદ્યાર્થીઓમાં રિપીટર 1416, આઈસોલેટ 393, પ્રાઈવેટનાં રેગ્યુલર 562, પ્રાઈવેટના રિપીટર 473 તથા ધોરણ 10 જિલ્લાના 35 સેન્ટર ખાતે 8સ127 ઉમેદવારો પરીક્ષા આપશે.
ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી ગાયત્રી પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મિતા પટેલ, પ્રમુખ, જિલ્લા પોલીસ અધિક્ષક, અરવલ્લી જિલ્લા આચાર્ય, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનાં શિક્ષકો, વહિવટી સંઘના અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, એસ. ટી. વિભાગીય નિયામક, તથા કાર્યપાલક ઈજનેર ઉપસ્થિત રહ્યા હતા.