ETV Bharat / state

અરવલ્લીમાં કોરોના સંક્રમણ વધતાં તંત્ર સજ્જ - Modasa Police

અરવલ્લીમાં જિલ્લામાં ગુરુવારના રોજ વધુ ચાર વ્યક્તિઓ કોરોનામાં સપડાતાં પોઝિટિવ દર્દીઓનો આંક 280 પર પહોંચ્યો છે. જે પૈકી 216 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે 29 દર્દીઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

અરવલ્લીમાં કોરોના સંક્રમણ વધતાં તંત્ર સજ્જ

author img

By

Published : Jul 16, 2020, 7:47 PM IST

અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં કોરોનાનો વ્યાપ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળતાં 280 કેસ નોંધાયાં છે. જેને લઇને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં નગરની દુકાનો અને શોંપિંગ કોમ્લેક્સમાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ સર્વે દરમિયાન દરેક વ્યક્તિનું નામ નોંધી સ્વાસ્થ્ય અંગે કોઇ ફરિયાદ હોય તો તેને નોંધીને, શંકાસ્પદ દર્દીઓને અલગ તારવવામાં આવી રહ્યાં છે.

અરવલ્લીમાં કોરોના સંક્રમણ વધતાં તંત્ર સજ્જ
આ ઉપરાંત કોરોના વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે મોડાસા ટાઉન પોલીસ દ્વારા દુકાનો પર સર્વે કરવામાં આવી રહ્યું છે અને દુકાનદારે જો માસ્ક ન પહેર્યો હોય તો તેને રૂ.200નો દંડ કરવામાં આવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.