સરકાર સ્વચ્છતાની વાતો કરી રહી છે, પણ અધિકારીઓને જાણે રસ જ ન હોય તેમ સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડાળતી હોય તેવા દ્રશ્યો માલપુર મામલતદાર કચેરીમાં જોવા મળી રહ્યા છે. માલપુર મામલતદાર કચેરીમાં શૌચાલયોમાં જોઇને જ ત્યાં જવું ન ગમે તેવા દ્રશ્યો સામે આવ્યા છે, તો પીવાના પાણીના કુલર જે જગ્યાએ મુકવામાં આવ્યા છે ત્યાં પણ પાનની પીચકારીઓથી દિવાલો રંગાઈ ગઇ છે.
મામલતદાર કચેરીની આવી હાલત જોઇને અંદાજ લગાવી શકાય છે કે, સ્વચ્છતા અભિયાન કેવી રીતે સાકાર થશે, ઓફિસમાં ગંદકીથી માત્રને માત્ર અરજદારો જ સામનો કરી રહ્યા છે, કારણ કે, અરજદારઓને આનો સતત ઉપયોગ કરવો પડે છે, નહીં કે અધિકારીઓને લોકોની માંગ છે કે, સત્વરે શૌચાલય તેમજ વોટર કુલરની સાફ સફાઈ કરવામાં આવે, જેથી રોગચાળો ફાટી નિકળી નહીં.