ETV Bharat / state

ગુરુ વિના જાતે કબડ્ડી શીખેલા આધુનિક યુગનો એકલવ્ય, અરવલ્લીનો પાર્થ રાષ્ટ્રીયસ્તરે ઝળક્યો - રાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી

અરવલ્લી જિલ્લાના માલપુરના પાર્થ પ્રજ્ઞેશભાઈ વાઘેલાની રાષ્ટ્રીય કક્ષાએ સ્ટૂડન્ટ કબડ્ડી લીગમાં પસંદગી કરવામાં આવી છે. ખેલ મહાકુંભ દ્વારા પાર્થની સિદ્ધિઓને પરખ મળતાં તેનું સિલેક્શન રાષ્ટ્રીય કક્ષાની ટીમ માટે થયું છે. પાર્થની વિશેષતા એ છે કે પાર્થ ગુરુ વિના જાતે કબડ્ડી શીખ્યો છે.

ગુરુ વિના જાતે કબડ્ડી શીખેલ આધુનિક જમાનાનો એકલવ્ય, અરવલ્લીનો પાર્થ રાષ્ટ્રીયસ્તરે ઝળક્યો

author img

By

Published : Nov 4, 2020, 8:41 PM IST

  • અરવલ્લીના માલપુરનો ખેલાડી રાષ્ટ્રીયસ્તરે ઝળક્યો
  • પાર્થ વાઘેલાની નેશનલ ટીમમાં પસંદગી
  • ટીમ લીડર તરીકે કરવામાં આવી પસંદગી
  • ખેલ મહાકુંભ પ્રદર્શનથી પાર્થની પ્રતિભાની પરખ થઈ

    અરવલ્લીઃ જિલ્લાના માલપુર નગરમાં રહેતા પાર્થની રાષ્ટ્રીય કક્ષાએ સ્ટૂડન્ટ કબડ્ડી લીગમાં પસંદગી કરવામાં આવી છે. બાળપણથી કબડ્ડી રમવાનો શોખ હતો પરંતુ પાર્થની પ્રતિભાનું પ્રદર્શન ખેલ મહાકુંભથી થયું. ચાર વર્ષ સુધી ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યા બાદ તેને રાષ્ટ્રીય કક્ષાની ટીમ માટે ટ્રાયલ આપવા માટે પસંદગી કરવામાં આવી હતી. દિલ્હી ખાતે યોજવામાં આવેલી રાષ્ટ્રીય કક્ષાની પસંદગી કેમ્પમાં ગુજરાતના ચાર ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યાં છે. જેમાં પાર્થને ટીમ લીડર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
    ખેલ મહાકુંભ દ્વારા પાર્થની સિદ્ધિઓને પરખ મળી

  • કબડ્ડી શીખવાડવા માટે કોઈ કૉચ નથી

    પાર્થની કબડ્ડી શીખવાની વાત રસપ્રદ છે. પાર્થ સોશિયલ મીડિયા પર વીડિયો જોઈજોઇને કબડ્ડીની ટેક્નિકો શીખ્યો છે. વળી, તે માતાને પણ પ્રેરણા સ્ત્રોત માને છે. એક સામાન્ય પરિવારમાં જન્મેલ પાર્થે કોઈપણ જાતના કોચિંગ વિના ફક્ત સોશિયલ મીડિયા પર વીડિયો જોઈએ પ્રશિક્ષણ મેળવ્યું છે. સોશિયલ મીડિયામાં અપલોડ કરેલા વિવિધ ખેલાડીઓના વીડિયોમાંથી રમતની ટેકનીક શીખી આજે પાર્થ નેશનલ કક્ષાએ પહોંચ્યો છે .જોકે પાર્થ પોતાની માતાને પ્રેરણાસ્ત્રોત માને છે જેઓ પોતે પણ શાળા કક્ષાએ કબડ્ડીના ખેલાડી હતાં.
    માલપુરના પાર્થ પ્રજ્ઞેશભાઈ વાઘેલાની રાષ્ટ્રીય કક્ષાએ સ્ટુડન્ટ કબડ્ડી લીગમાં પસંદગી કરવામાં આવી

  • સફળતા સાધનોની મોહતાજ નથી

ટાંચા સાધનો અને માર્ગદર્શનનો અભાવ હોવા છતાં પાર્થે સાબિત કર્યું છે કે, સફળતા સાધનોની મોહતાજ નથી અને તેના પર કોઈનો ઈજારો નથી. ગુરુ વિના જાતે કબડ્ડી શીખેલા પાર્થ અને આધુનિક જમાનાનો એકલવ્ય કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.