ETV Bharat / state

અરવલ્લીમાં કલેક્ટરની અધ્યક્ષતામાં ભૂકંપ સબંધિત મોકડ્રીલનું NDRFની ટીમ દ્વારા રિહર્સલ કરાયું - ભૂકંપ

પુર, ભુંકપ કે અન્ય કોઇ આસ્માની આફત હોય, લોકોને પોતાના જીવના જોખમે પણ બચાવ કામગીરી માટે NDRFની ટીમ ખડેપગે રહે છે. NDRF(National Disaster Response Force)ની ટીમ ફકત ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ જ નથી કરતી, પરંતુ લોકોને ભૂકંપ જેવી ઘટનાઓમાંથી લોકોને ઉગારે છે. આ અંતર્ગત NDRF ટીમ દ્વારા જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરગાબાદકર તથા જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયાની ઉપસ્થિતિમાં ભૂકંપ સબંધિત મોકડ્રીલનું રિહર્સલનું આયોજન કરાયું હતું.

અરવલ્લીમાં કલેક્ટરની અધ્યક્ષતામાં ભૂકંપ સબંધિત મોકડ્રીલનું NDRFની ટીમ દ્વારા રિહર્સલ કરાયું

author img

By

Published : Mar 24, 2021, 8:51 PM IST

  • સરકારી ઈજનેરી કોલેજની હોસ્ટેલ ખાતે ભૂકંપ સબંધિત મોકડ્રીલનું રિહર્સલ કરાયું
  • NDRFની ટીમ દ્વારા ભૂકંપ સબંધિત મોકડ્રીલનું રિહર્સલ કરાયું
  • લાઇવ ડેમોન્સ્ટ્રેશન કલેક્ટરની અધ્યક્ષતામાં કરાયું
  • કલેક્ટરે NDRFની ટીમનો આભાર વ્યક્ત કર્યો

અરવલ્લીઃ ભારતમાં ઘણી એવી જગ્યાઓ પર ભૂકંપની ઘટનાઓ ઘટી છે. જેમાં અસંખ્ય લોકો મૃત્યુ પામતા હોય છે. ભૂકંપની ઘટનામાં જોઈએ તો, કચ્છના ભુજમાં ભૂકંપની ઘટનાઓ વધુ ઘટતી હોય છે. થોડા સમય પહેલા ઉત્તરાખંડમાં પણ ભૂકંપની ઘટના બની હતી, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. આવી કુદરતી આફતો સમયે જેને પગલે NDRF(National Disaster Response Force)ટીમની કામગીરીનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરગાબાદકરની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યુ હતું. NDRF(National Disaster Response Force) ટીમ દ્વારા રિહર્સલમાં અનેક પ્રકારની પ્રવૃતિઓ કરી હતી. જેમાં લોકોનો કઈ રીતે બચાવ કરવો, ડોગ સ્ક્વોડ દ્વારા પણ દટાયેલા લોકોને નિકાળવાની કામગીરી હાથ ધરતા હોય છે, કોઈ ઊંચાઈ પર ફસાયેલ લોકોને ત્યાંથી બહાર નીકાળવાની કામગીરી, દીવાલો તોડીને લોકોને બહાર ઉગારવાની કામગીરી, કોઈ ઇમારતો પડી જવાથી અંદર દટાયેલ લોકોને બાહર લાવીને ઝડપથી આરોગ્ય વિભાગને હોસ્પિટલ પહોંચાડવાની કામીગીરી હાથ ધરવામાં આવી હતી.

સરકારી ઈજનેરી કોલેજની હોસ્ટેલ ખાતે ભૂકંપ સબંધિત મોકડ્રીલનું રિહર્સલ કરાયું

આ પણ વાંચોઃ NDRFની ટીમે રેલી દ્વારા કોરોના મામલે જનજાગૃતિનો સંદેશ આપ્યો

જિલ્લા ક્લેક્ટર NDRF ટીમની કામગીરીને બિરદાવી

જિલ્લા ક્લેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે NDRF ટીમની કામગીરીને બિરદાવતા જણાવ્યું કે, NDRFની ટીમ ભૂકંપ આવવાથી લોકોનો જીવ બચાવા માટે પોતાના જીવના જોખમે લોકોનો આબાદ બચાવ કરે છે બદલ NDRFની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

NDRFની ટીમ દ્વારા ભૂકંપ સબંધિત મોકડ્રીલનું રિહર્સલ કરાયું

વિવિધ અધિકરીઓ મોકડ્રીલના સાક્ષી બન્યા

આ રિહર્સલમાં જિલ્લા અધિક નિવાસી ક્લેક્ટર આર. જે. વલવી., મામલતદાર, પોલીસ અધિકારીઓ, RTO અધિકારી, વન વિભાગના અધિકારી, આરોગ્ય અધિકારીઓ, તથા NDRFની ટીમના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ ચમોલી દુર્ઘટનામાં રાહત કાર્ય દરમિયાન અત્યાર સુધીમાં 68 મૃતદેહો મળી આવ્યા, સેંકડો હજુ પણ લાપત્તા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.