અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ કારમાં બેઠલા ઇસ્મોની પુછપરછ કરતા તેઓ નશાની હાલતમાં જણાયા હતા. કાર ચાલકે દારૂ ગણેશપુરમાંથી ઢીંચ્યો હોવાની કબૂલાત લોકો સમક્ષ કરી હતી. ત્યારબાદ કારમાંથી ખુલ્લી તલવાર પણ મળી આવતા લોકોએ તાત્કાલીક પોલીસનો સંપર્ક કર્યો હતો.
મોડાસા ટાઉન પોલીસે નશામાં ધૂત બનેલ અને કાર ચલાવનાર દીતા કોટડ અને ડાહ્યા નાયકને ઝડપી પ્રોહિબિશન એક્ટ અને એમ.વી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.