અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં આવતીકાલે રવિવારે સૂર્યગ્રહણ હોવાને કારણે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દિવસ દરમિયાન ભગવાન ગદાધર શામળિયાના ભક્તોને દર્શન માટે સમયમાં મંદિર પરિવાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે.
જેમાં વહેલી સવારે 5 કલાકે મંદિરના દ્વાર ખુલશે, ત્યાર બાદ સવારે 5;45 કલાકે મંગળા આરતી થશે. ત્યાર બાદ 7 કલાકે ભગવાનની શણગાર આરતી થશે. 8:30 કલાકે રાજભોગ આરતી થશે. 9 કલાકે મંદિર બંધ થશે. ત્યાર બાદ સવારે 9:45 કલાકે ઉત્થાપાન થશે. મંદિર ખુલશે ગ્રહણ મોક્ષ થયા બાદ સ્નાન ભોગ આદિ સેવા શરૂ કરવામાં આવશે.
- ગ્રહણ પ્રારંભ - સવારે 10-08 મિનિટે
- ગ્રહણ મોક્ષ - બપોરે 01-37 મિનિટે