- અરવલ્લીમાં યુવાનોમાં વેક્સિનેશન શરુ
- 18થી 44 વયજૂથમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન શરુ
- અરવલ્લીના 15 સેન્ટરો પર યુવાનોને રસી મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ
મોડાસાઃ વર્તમાન સમયમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે ત્યારે મહામારી સામે લડવા માટે વેકસીન એક માત્ર શસ્ત્ર છે. દેશમાં વધુ વધુ લોકો કોરોના મહામારી સામે સુરક્ષા મળેવે તે માટે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં કોરોના રસીકરણનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દરેક રાજ્યમાં કોરોનાની રસી સરકાર દ્વારા મફતમાં આપવામાં આવે છે. જે અંતર્ગત 1મેથી 18થી 44 વય જૂથ માટે વેક્સિનેશનનો આરંભ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Rainfall Science Forecasters મુજબ આ વર્ષે ચોમાસા દરમિયાન મધ્યમ વરસાદ નોંધાય તેવી શક્યતા
જિલ્લામાં અત્યાર સુધીમાં 18 થી 44 વર્ષના 8,239 યુવાનોને રસીકરણ હેઠળ આવરી લેવાયા
ગુજરાતમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોરોનાને નિયંત્રણમાં લાવવા વધુમાં વધુ યુવાનો ઝડપથી વેક્સિન લે એવી વ્યવસ્થા કરવા તંત્રને આદેશો કરાયા હતા. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં પણ 18 થી 44 વર્ષના યુવાનોને કોરોના રસીકરણ હેઠળ આવરી લેવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અરવલ્લીના 15સેન્ટરો પર યુવાનોને રસી મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ છે. જેમાં અરવલ્લીના કુલ 5,11,665 યુવાનોમાંથી અત્યાર સુધીમાં 8,239 યુવાનોને રસીકરણ હેઠળ આવરી લેવાયા છે. એક સેંટર પર રોજના 200 લાભાર્થીઓનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ વિશ્વ બ્રેઇન ટ્યૂમર દિવસ 2021 વિશેષઃ બ્રેઇન ટ્યૂમરના દર્દીઓએ ઝડપથી વેક્સીન લઇ લેવી જોઇએ