ETV Bharat / state

અરવલ્લી જિલ્લામાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 672 થઈ - Total cases of corona in Aravalli

અરવલ્લી જિલ્લામાં રવિવારના રોજ કોરોનાના વધુ 9 કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓના આંક 672 પર પહોંચ્યો છે. જે પૈકી 560 દર્દીઓની સારવાર પૂર્ણ થતાં તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જિલ્લામાં હાલ કોરોનાના કુલ 41 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે.

અરવલ્લી જિલ્લામાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા

author img

By

Published : Nov 22, 2020, 10:50 PM IST

  • અરવલ્લીમાં કોરોનાના નવા 9 કેસ સામે આવ્યા
  • 41 દર્દીઓ હાલ સારવાર હેઠળ
  • આરોગ્યની 53 ટીમો દ્વારા સર્વે કરાયો

અરવલ્લીઃ જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે. જિલ્લામાં શનિવારે 17 કેસ નોંધાયા બાદ રવિવારના રોજ 9 કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાના કુલ દર્દીઓનો આંક 672 પર પહોંચ્યો છે.

અરવલ્લી જિલ્લામાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા
અરવલ્લી જિલ્લામાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા

મોડાસામાં 8 તેમજ મેઘરજ તાલુકામાં 01 કેસ નોંધાયો

રવિવારે નોંધાયેલા કેસમાં મોડાસા નગરમાં 03, મોડાસા ગ્રામ્ય વિસ્તારમાં 05 તેમજ મેઘરજ તાલુકામાં 01 પોઝિટિવ કેસ નોધાયો છે. મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં 22, વાત્રક જનરલ હોસ્પિટલમાં 04, અમદાવાદ હોસ્પિટલમા 03 તેમજ સીવીલ હોસ્પીટલ હિમતનગરમાં 03 પોઝિટિવ દર્દી હાલ સારવાર હેઠળ છે, જ્યારે હોમ આઇસોલેશનમાં 09 દર્દીઓ સારવાર હેઠળ છે.

410 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યાં

નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરેલા હોય તેવા વિસ્તારમાં આરોગ્યની 53 ટીમો દ્વારા 1187 ઘરોની મુલાકત લઇ 5547 લોકોનું હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી છે. પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા 410 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.