- મહિલા કર્મચારી કોરોનાની ઝપેટમાં આવતા આરોગ્ય તંત્ર આવ્યું હરકતમાં
- મામલતદાર કચેરી કરી સેનિટાઇઝ
- સાવચેતીના ભાગરૂપે ફરજ બજાવતા તમામ કર્મચારીઓના કર્યો રેપીડ ટેસ્ટ
અરવલ્લી: સમગ્ર રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવી રહ્યો છે. અરવલ્લીમાં પણ કેસ ધીમે-ધીમે વધી રહ્યા છે, ત્યારે જિલ્લા સેવા સદન પરિસરમાં કોરોના વકરતાં અધિકારીઓ અને કર્મચારીઓમાં ભય ફેલાયો છે. જિલ્લા સેવા સદન પરિસરમાં આવેલી મોડાસા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતી મહિલા કર્મચારી કોરોનાગ્રસ્ત થતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું. આરોગ્ય તંત્રે મામલતદાર કચેરી સેનિટાઇઝ કરી સાવચેતીના ભાગરૂપે ફરજ બજાવતા તમામ કર્મચારીઓના રેપીડ ટેસ્ટ કર્યો હતો.
આ પણ વાંચો: મારુ કંસારા વાડીમાં 400થી વધુ લોકોએ કોરોના વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વખતે તમામ નિયમો નેવે મુકાયા
જિલ્લા સેવા સદનમાં પંચાયત તેમજ એસ.પી કચેરી પણ આવેલી છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ત્યારબાદના વિજય સરઘસો દરમિયાન મોટી સંખ્યામાં જન મેદની એકઠી થઇ હતી. જેના પગલે કોરોના સંક્રમણ ફેલાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જિલ્લા સેવા સદન કચેરી અને પરિસરમાં કોરોનાનો ફેલાવો ન થાય તે માટે સરકારે જાહેર કરેલા માર્ગદર્શનનું ચુસ્તપણે અમલ કરવામાં આવે તેવી જાગૃત લોકોની માંગ છે.
આ પણ વાંચો: સુરતમાં 20 દિવસમાં 10 લાખ લોકોને રસી આપવાનું આયોજન