- મેઘરજ દેના બેંક આગળ ગ્રાહકોની લાઇનો લાગી
- ગ્રામીણ વિસ્તારોમાંથી આવેલ ગ્રાહકોની ભીડ જામતા સંક્રમણનો ભય
- ગ્રાહકો સોશિયલ ડીસટન્ટસ અને માસ્ક વિના જોવા મળ્યા
અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના મેઘરજ નગરમાં દેના બેક આગળ કોરોનાની ગાઇડ લાઇનના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. બેન્ક ઓફ બરોડા બહાર ગ્રાહકોની મોટી લાઇન લાગી હતી, જ્યા સોશિયલ ડીસટન્સનો અભાવ જોવા મળ્યો હતો અને મોટા ભાગના લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા.
![દેના બેંક આગળ કોરોનાની ગાઇડ લાઇનના ઉડ્યા ધજાગરા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-02-megharaj-dena-av-gj10013mp4_27112020171643_2711f_1606477603_924.png)
કોરોનાકાળ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સના અભાવ છતા તંત્રના આંખ આડા કાન
કોરોના વાઈરસનો ફેલાવો તેની ચરમસીમા પર છે, પરંતુ લોકો તેમજ કેટલીક સંસ્થાઓ દ્રારા બેદરકારી દાખવામાં આવી રહી છે. આવું જ કંઇક અરવલ્લી જિલ્લાના મેઘરજની દેના બેંક આગળ જોવા મળ્યુ હતું, જ્યા ગ્રાહકોની મોટી કતારો લાગી હતી. હાલ ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે, ત્યારે ગ્રાહકોની ભીડ જામતા લોકોમાં ભય ફેલાયો હતો. આ ઉપરાંત બેંક ગ્રાહકો સોશિયલ ડીસ્ટન્ટ અને માસ્ક વિના જોવા મળ્યા હતા. કોરોનાકાળ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સના અભાવ છતા જવાબદાર તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તેવુ લાગી રહ્યુ છે.