અરવલ્લીઃ જિલ્લામાં આંગણવાડી ભરતી પ્રક્રિયામાં રદ થયેલા ફોર્મના ઉમેદવારોની રજૂઆત સાંભળવા માટે જિલ્લા વિકાસ અધિકારીની કચેરી ખાતે બોલવવામાં આવ્યા હતા. આ બાબતે બેઠકમાં હોબાળો થતા અધિકારીઓ તેમની ચેમ્બર છોડવા મજબૂર બન્યા હતા.
અરવલ્લી જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીમાં રદ થયેલા ફોર્મનાા ઉમેદવારોને જિલ્લા વિકાસ અધિકારીની કચેરી ખાતે રજૂઆત સાંભળવા બોલાવવામાં આવ્યા હતા. પરંતુ ઉમેદવારોના આક્ષેપ છે કે, જિલ્લા પંચાયતના અધિકારીઓએ તેમની રજૂઆત ધ્યાન પર લીધા વગર, ભૂલ હોવા અંગે કોરા કાગળ પર હસ્તાક્ષર કરાવ્યા હતા. જેથી સભાખંડમાં મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો અને આ કારણે અધિકારીઓએ ચેમ્બર છોડી જતા રહ્યા હતા.
ઉમેદવારોએ આ ભરતીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ કર્યો હતો. ફોર્મ રદ થવાના મુખ્ય કારણો સ્ટેમ્પમાં વિસંગતતા, પ્રમાણપત્રો અપલોડ કરવાના સહિતના કારણો રજૂ કરાયા હતા.