અરવલ્લી : કોરોના વાઈરસ સામેની લડાઈમાં દેશના વડા પ્રધાન નરેંદ્ર મોદીએ લોકોને આર્થિક સહકાર આપવાની અપીલના પગલે ઘણી સામાજિક સંસ્થાઓ, કંપનીઓ તેમજ વ્યક્તિઓ રાહત ફંડમાં દાન આપી રહી છે. એમાં કેટલાક એવા વ્યક્તિઓ છે જેમને દેશ માટે કંઇક કરી છુટવાની ભાવના તેમણે દાનમાં આપેલ રકમ કરતા અનેક ઘણી મોટી હોય છે. આવા જ એક વ્યક્તિ જીતેન્દ્રસિંહ મહોબતસિંહ છે, જેઓ અરવલ્લી જિલ્લા પોલીસતંત્રમાં એમ.ટી.શાખામાં ફરજ બજાવી રહ્યા છે.
![constable donates his one month salary to pm fund](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-02-police-donation-photo1-gj10013jpeg_11042020193041_1104f_1586613641_234.jpg)
આ પોલીસ કોન્સ્ટેબલે એપ્રિલ મહિનાનો પગાર સરકારના રાહત ફંડમાં જમા કરાવવાનો નિર્ણય કરતા અરવલ્લી જિલ્લા પોલીસવડા મયુર પાટીલે કોન્સ્ટેબલની અનોખી પહેલની સરાહના કરી હતી.
અરવલ્લી જિલ્લા પોલીસતંત્રની એમ.ટી શાખા મોડાસામાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રસિંહ મહોબતસિંહ (બ.નં-૨૦૯) નામના પોલીસ કર્મચારીએ એપ્રિલ-૨૦૨૦ માસનો પગાર સરકારના રાહતફંડમાં આપ્યો છે. કોરોના સામે મુશ્કેલી ભોગવી રહેલા ગરીબોની મદદ થઈ શકે તેવા ઉમદા હેતુથી સરકારના રાહત ફંડમાં જમા કરાવવા જિલ્લા પોલીસવડા મયુર પાટીલને લેખિત જાણ કરી હતી.