મળતી માહિતી મુજબ અતુલસિંહ ટીનુસિંહ મકવાણા નામનો યુવક બે દિવસ પહેલા રવિવારે સાંજે મિત્રો સાથે નજીકમાં આવેલા મેદાનમાં ક્રિકેટ રમવા ગયા બાદ મોડી રાત્ર સુધી પરત નફરતા પરિવારજનોએ તથા ગામજનોએ શોધખોળ હાથ ધરી હતી.
બીજા દિવસે પણ સગા-સબંધી અને સંભવિત થતા એવા તમામ સ્થળોએ તપાસ કરતાં પણ અતુલનો કયાંય પણ પત્તો લાગ્યો નહતો. ત્યારે મંગળવારે સવારમાં પાલનપુર ગામના તળાવમાંથી એક યુવકનો મૃતદેહ હોવાની માહિતી પ્રાપ્ત થતા પરિવારજનો બનાવ સ્થળે તપાસ કરતાં મૃતદેહ અતુલનો હોવાનું જણાતા પરિવારજનોમાં શોક ફેલાયો હતો.
પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, યુવકની હત્યા પ્રેમ પ્રકરણમાં કારણે કરવામાં આવી છે. મોડાસા રુરલ પોલીસએ ઘટના સ્થળે પહોંચીકાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે.