મળતી માહિતી અનુસાર, વારેણા ગામમાં દૂધ ઉત્પાદક મંડળી બાબતે પશુપાલક બહેનોએ બાયડની અરજણ શીતકેન્દ્ર આગળ 800 લીટર દૂધ ઢોળી સાબરડેરીના નામે છાજીયા લઈ વિરોધ નોંધાવ્યો હતો. જેના પગલે મંગળવારની રાત્રીએ બે જૂથો સામસામે આવી ગયા હતા. માથાભારે તત્વોએ ખુલ્લી તલવારો લાકડીઓ અને પથ્થરો વડે એકબીજા પર હુમલો કરતાં સનસનાટી મચી હતી. ટોળામાં રહેલા એક વ્યક્તિના શરીરે ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો. તો બંને જૂથમાં 10 વધુ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જેમને વાત્રક હૉસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં બાયડ પોલીસ વારેણા ગામે પહોંચી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. ત્યારબાદ બંને જૂથે સામસામે ફરિયાદ નોધાવી હતી. પોલીસ બન્ને જુથોના કુલ 18 વ્યક્તિઓ અને ટોળા સામે રાયોટીંગ સહિત અન્ય ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.