ETV Bharat / state

લોકડાઉન દરમિયાન મોડાસા નગરપાલિકા વિસ્તારમાં ચેકિંગ, અખાદ્ય વસ્તુઓનો નાશ - modasa news

લોકડાઉન દરમિયાન મોડાસા નગરપાલિકા વિસ્તારમાં ફરસાણ તેમજ અન્ય ખાણી પીણીની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાતા 1096 કિલો અખાદ્ય સ્વીટ & ફરસાણનો નાશ કરવામાં આવ્યો હતો.

મોડાસા
મોડાસા
author img

By

Published : May 28, 2020, 7:19 PM IST

મોડાસા: વિશ્વભરમાં કોરોના વાઇરસે કાળો કેર વર્તાવ્યો છે. લોકડાઉન-4 દરમિયાન અમુક છૂટ સાથે ધંધા રોજગાર પુન: ધમધમતા થઇ રહયા છે. વેપારીઓ અને પ્રજાજનોમાં એકદંરે આનંદની લાગણી પ્રસરી રહી છે.

જોકે બે માસના લોકડાઉનના સમય દરમિયાન ફરસાણ તેમજ અન્ય ખાણી પીણીની દુકાનોમાં પડી રહેલા ખાદ્ય પદાર્થ લોકોના આરોગ્યને જોખમકારાક હોઇ, મોડાસા નગરપાલિકાના સેનેટરી વિભાગે ચેંકીગ હાથ ધરી 1096 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો .

અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકા દ્વારા ગુજરાત સરકારના આદેશ અનુસાર સ્વીટ અને ફરસાણની દુકાનો ખોલતા નગરપાલિકા વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા ખાણી-પીણી, પાન પાર્લર , પ્રોવિઝન સહિત વિવિધ દુકાનોમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.

જેમાં વિવિધ પ્રકારની એકસપાયરીરડેટ વાળી અખાદ્ય ચીજ વસ્તુઓ મળી આવતા નગરપાલિકાના આરોગ્ય વિભાગના 6 એકમો ચેકિંગ કરતા 3 એકમોને સ્વીટ & ફરસાણનો અખાદ્ય 1096 કિલો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.