શામળાજી PSI કેતન વ્યાસ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલ શેવરોલે કેપ્ટીવા ફોર વીલને ચેકીંગ કરવામાં માટે રોકવામાં આવી હતી. કારની તલાસી લેતા પાછળના ભાગે સીટ નીચે ગુપ્ત ખાનામાં સંતાડેલી વિદેશી દારૂની બોટલ નંગ 480 કિંમત રૂપિયા 1.44 લાખનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે કારમાં સવાર હરીયાણાના 20 વર્ષીય નરેન્દ્ર કુમાર ધાણક અને 19 વર્ષીય મોનુ ધરમસિંગ ચમારની તપાસ કરવામાં આવતા તેમની પાસેથી દેશી પિસ્તોલ પણ મળી આવી હતી.
પોલીસે કાર પિસ્તાલ અને વિદેશી દારૂ મળી કુલ રૂપિયા 6.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહીબીશન એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.