બાયડમાં રીક્ષા ચાલકોએ કરી નવી પહેલ
રીક્ષા એસોસિએશને તમામ રીક્ષામાં માસ્ક ફરજીયાત કર્યું
તંત્રની સાથે લોકોમાં પણ જાગૃતતા આવી
અરવલ્લી: જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ વધતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે, ત્યારે હવે તંત્રની સાથે લોકોમાં પણ જાગૃતતા આવી છે. જિલ્લાના બાયડ નગરના રીક્ષા એસોસિએશન દ્વારા તમામ રીક્ષાઓમાં માસ્ક ફરજીયાત કરવામાં આવ્યુ છે.
ગ્રાહકને રીક્ષામાં બેસતા પહેલા માસ્ક પહેરવાનું જણાવામાં આવે છે અને જો ન પહેરે તો રીક્ષામાં પ્રવેશ આપવામાં આવતો નથી. આ ઉપરાંત ગ્રાહકોની જાણ માટે નગરના તમામ રીક્ષા ચાલકોએ વિવિધ બોર્ડ રીક્ષાની આગળ લગાવ્યાં છે. રીક્ષા ચાલકોના આ નિર્ણયથી મુસાફરો માસ્ક પહેરતા તો થયા છે, પરંતુ લોકોએ પણ આ પહેલની સરાહના કરી છે.