ETV Bharat / state

માલવણ ગામે મહિલા દૂધ મંડળીના મુદ્દે ગ્રામજનોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

મોડાસા તાલુકાના માલવણના ગ્રામજનોએ નવી મહિલા દૂધ મંડળીની મંજૂરી નહિ મળે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. ગ્રામજનોએ એક વર્ષ અગાઉ સાબર ડેરીમાં નવીન મહિલા દૂધ મંડળી માટે માગણી કરી હતી. જે માગ હજુ સુધી સંતોષાઇ નથી.

Boycott
Boycott
author img

By

Published : Jan 27, 2021, 11:03 AM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બહિષ્કારની ચીમકી
  • ગ્રામજનોએ ફાળો કરી દૂધ એકત્ર કરવાના સાધનો વસાવ્યા
  • દૂધ મંડળીની મંજૂરી ન મળે તો ઉગ્ર આંદોલન

અરવલ્લી: જિલ્લાના મોડાસા તાલુકાના માલવણના ગ્રામજનોએ નવી મહિલા દૂધ મંડળીની મંજૂરી નહિ મળે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. નોંધનીય છે કે, ગ્રામજનોએ એક વર્ષ અગાઉ સાબર ડેરીમાં નવીન મહિલા દૂધ મંડળી માટે માગણી કરી હતી. જે માગ હજુ સુધી સંતોષાઇ નથી.

ફાળો કરી દૂધ એકત્ર કરવાના સાધનો વસાવ્યા

અરવલ્લી જિલ્લાના મોડાસાના માલવણ ગામના ગ્રામજનો પાંચ કિલોમીટર દૂર કેશાપુર દૂધ મંડળીમાં દૂધ ભરાવવા જાય છે. જો કે મંડળીમાં વારંવાર ભાવ પત્રક કરતાં ઓછા ભાવ મળવાના આક્ષેપ ગ્રામજનો કરતા હોય છે. આગવી દૂધ મંડળી સ્થાપવાના હેતુથી માલવણના ગ્રામજનોએ ફાળો કરી દૂધ એકત્ર કરવાના સાધનો વસાવ્યા છે. દૂધ મંડળી માટે જિલ્લા રજીસ્ટ્રાર, સ્થાનિક ડિરેક્ટર અને નજીકના ગામની મંડળી એ પણ મંજૂરી આપી છે. દૂધ મંડળી માટે સાબર ડેરીમાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ અગમ્ય કારણસર મંજૂરી આપવામાં વિલંબ કરવામાં આવતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો હતો. ગ્રામજનોએ દૂધ મંડળીની મંજૂરી ન મળે તો ઉગ્ર આંદોલન અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

દૂધ મંડળીના મુદ્દે સ્થાનિક સ્વરાજ્ની ચૂંટણીના બહિષ્કારની ચીમકી
ગામમાં દૂધ મંડળી થવાથી તેમને રોજના પ્રવાસના ખર્ચમાં બચત થશેગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામમાં દૂધ મંડળી થવાથી તેમના રોજના પ્રવાસના ખર્ચમાં બચત થશે. તેમજ શોષણમાંથી રાહત મળશે. ગામની મહિલાઓ જે દૂધ ઉત્પાદન સાથે સીધી સંકળાયેલી છે, તેમજ મહિલા ઉત્કર્ષ અને આત્મનિર્ભર ભારતના સ્વપ્ન અંતર્ગત આત્મનિર્ભર બનવા માગે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.