- શામળાજીના વેણપુર નજીક રાજસ્થાની યુવકનો મૃતદેહ મળી આવ્યો
- રાજસ્થાનના વીંછીવાળાના ચૂંડાવાડા ગામના યુવકની હત્યા
- અજાણ્યા શખ્સોએ યુવકને માર મારતા મૃત્યુ થયાની આશંકા
- શામળાજી પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
અરવલ્લી: રાજસ્થાનના વીંછીવાડા તાલુકાના ચુંડાવાડા ગામનો યુવક લક્ષ્મણ મનજીભાઈ ગામેતી ઘરેથી કામકાજ અર્થે નીકળ્યો હતો. અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા વેણપુર ગામ પાસેથી સોમવારે સવારે તેનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. યુવકને માર મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. શામળાજી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
મૃતક યુવક તેની પત્ની સંગીતાબેન ગામેતી સાથે હિંમતનગર શહેરની ઇંદ્રનગર-ગોકુલનગર સોસાયટીમાં રહેતો હતો. તેની પત્ની સાબરકાંઠામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. શામળાજી પોલીસે મૃતક યુવકની પત્નીની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શામળાજીના વેણપુર નજીક રાજસ્થાની યુવકનો મૃતદેહ મળી આવ્યો - હત્યારાઓને ઝડપી પાડવા
અરવલ્લી જિલ્લાના શામળાજી વેણપુર ગામ નજીકથી રાજસ્થાનનાના યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. યુવકની હત્યાના પગલે તેની પત્ની અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણતા થતાં શામળાજી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
અરવલ્લી