- અરવલ્લીમાં શિક્ષકોએ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું
- જિલ્લાના મોડાસા અને ધનસુરામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
- બે સ્થળોએ યોજાયેલ રક્તદાન કેમ્પમાં 314 શિક્ષકોએ રક્તદાન કર્યુ
અરવલ્લીઃ જિલ્લાના મોડાસામાં રાજ્યના પ્રાથમિક શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવ અને અરવલ્લી જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર માર્ગદર્શન હેઠળ ભામાશા હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ જિલ્લામાં બે જગ્યાએ યોજવામાં આવ્યો હતો અને બન્ને જગ્યાએથી લોહી એકત્ર કરવામાં આવ્યું હતું.
શિક્ષકોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા
મોડાસાના ભામાશા હોલ ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 177 જ્યારે ધનસુરાની જે.એસ.મહેતા હાઇસ્કુલમાં કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 137 શિક્ષકોએ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે રક્તદાતા સારસ્વતોને માનવ સેવાના આ કાર્ય માટે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બાયડના ધારાસભ્ય અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જશુભાઇ પટેલ, અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલ, તાલુકા કક્ષાની ટીમ અને શિક્ષક સંગઠનના હોદ્દેદારઓએ ઉપસ્થિત રહી રક્તદાન કેમ્પમાં જોડાયા હતા.