ભિલોડામા નૂતન વર્ષાભિનંદનથી છઠ સુધી મઉ બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા ન ભૂતો ન ભવિષ્યતી " દિકરી વધામણાં અને ગૃહલક્ષ્મી સન્માન" નો કાર્યક્રમ પરમ પૂજ્ય સત શ્યામસુંદરદાસજી બાપુના આશીર્વાદથી પ્રારંભ કરાયો હતો. જેમાં સમગ્ર મઉ ગામની તેમજ બહારગામ પરણાવેલી 1 દિવસથી 100 વર્ષ સુધીની ઉંમરની 280 જેટલી દીકરીઓ તથા 270 જેટલી મઉ ગામની ગૃહલક્ષ્મી મળી 550ને ચાંદીનો 'જુજારો બાવજી' ની મૂર્તિવાળો સિક્કો આપી સન્માન કરાયું હતું.
જેમાં લાભ પાંચમના દિવસે કુળદેવતા અને પૂર્વજ દેવ એવા 'જુજારો બાવજી' ની પ્રથમ પૂજા ભારતીબેન પ્રવીણભાઈ બારોટ પરિવારે કરી હતી, ત્યારબાદ 10 વર્ષથી નાની વયની કન્યાઓને કુમકુમ તિલક કરી સમાજવાડીમાં પ્રથમ પ્રવેશ કરાવી સમાજવાડીનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતું અને સમાજવાડીમાં 'દેવી યજ્ઞ' કરવામાં આવ્યો હતો.
જેમાં મુખ્ય દાતા જેઠાલાલ બારોટ પરિવાર, હીરાબા કિશોરલાલ બારોટ પરિવાર ,ચંદ્રકાંતભાઈ પુરષોતમદાસ બારોટ પરિવાર તથા દીકરીઓના ઉતારાના દાતા પ્રવીણભાઈ દલપતભાઈ બારોટ પરિવારે યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમને યુવા શક્તિ અને મઉ બ્રહભટ્ટ સમાજના અગ્રણીઓએ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.