અરવલ્લીઃ જિલ્લામાં એક દિવસમાં 6 કોરોના પોઝિટિવ કેસ આવતા જિલ્લાના વહીવટી તેમજ આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. ધનસુરાના છેવાડીયા ગામની મહિલા કોરોના પોઝિટિવ જાહેર થયા બાદે રવિવારે બીજા 5 વ્યક્તિના સેમ્પલ કોરોના પોઝિટિવ મળી આવ્યાં હતાં.
રવિવારે 51 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 6 પોઝિટિવ તેમજ 46 વ્યક્તિઓના નેગેટિવ રિપોર્ટ આવ્યાં છે. અરવલ્લી જિલ્લાના નાંદીસણ ગામના 3 વ્યક્તિ, રાજલીના 1 અને લીંબોદરા ગામના 1 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
મોડાસા તાલુકાના નંદીસણ ગામના 4 વર્ષીય બાળકી, 60 વર્ષીય મહિલા, 55 વર્ષીય આધેડ અને રાજલી ગામનો 22 વર્ષીય યુવક અને મેઘરજ તાલુકાના લીંબોદરા 26 વર્ષીય યુવકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્યતંત્રમાં હડકંપ મચ્યો છે.