- મોડાસાનું સુપ્રસિદ્ધ દેવરાજ ધામ મંદિર દર્શાનાર્થીઓ માટે બંધ
- કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે હેતુથી મંદિર કરાયું બંધ
- ઉમિયા મંદિર પણ ત્રણ દિવસ માટે કરાયું બંધ
અરવલ્લીઃ જિલ્લામાં કોરોનાના વધતા સંક્રમણને લઈને ધાર્મિક સ્થળો પણ હવે બંધ કરવાનો નિર્ણય મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેમાં મોડાસા શહેરના સુપ્રસિદ્ધ દેવરાજ ધામ મંદિરને આગામી આદેશ ન આવે ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મંદિરના મહંતે દર્શનાર્થીઓને કરી અપીલ
રજાઓના સમયમાં દેવરાજધામ ખાતે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે, ત્યારે કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે હેતુથી જનહિતમાં મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મંદિરના મહંત ધનગીરી મહારાજ દ્વારા દર્શનાર્થીઓની અપીલ કરવામાં આવી રહી છે કે, તેઓ ઘરે રહે અને સોશિયલ ડિસ્ટેન્સ જાળવે તેમજ કામ સિવાય બહાર ન નિકળે.