- અરવલ્લીમાં ત્રણ પોલીસ કોન્સટેબલને જિલ્લા એ.પીએ સસ્પેન્ડ કર્યા
- અરવલ્લીના ત્રણ પોલીસ કોન્સ્ટેબલ બુટલેગરો સાથે સાંઠગાંઠના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા
- અરવલ્લી એસ.પીએ માલપુર અને મેધરજમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ
અરવલ્લીઃ જિલ્લાના મેઘરજ અને માલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ કોન્સ્ટેબલ ને કથીત બુટલેગરો સાથે ગરાબો હોવાના આરોપસર જિલ્લા પોલીસવડા સંજય ખરાતે સસ્પેંડ કરતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે.મળતી માહિતી અનુસાર અરવલ્લી એલ.સી.બી પોલીસે માલપુર નજીક બે બાઈક પરથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો હતો, જેમાં બાઈકની ખેપ મારતા બંન્ને, બુટલેગર માલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સતીશસિંહ અને અલ્પેશ નામના કર્મચારીના સંપર્કમાં હોવાનું જિલ્લા પોલીસવડા સંજય ખરાતના ધ્યાને આવતા બન્ને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા છે. આ ઉપરાંત મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને વહીવટદાર તરીકે જાણીતા બનેલ વિજય શનાને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
આગાઉ પણ પોલીસ કર્મચારીઓ થયા છે સસ્પેન્ડ
નોંધનીય છે કે આ અગાઉ પણ શામળાજી પોલીસે સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીને બુટલેગરોના સાથે ભાઈબંધી નિભાવવામાં સસ્પેન્ડ થવાનો વારો આવ્યો હતો.