અરવલ્લી આકૃંદમાં લાઈબ્રેરીનું ઉદ્ઘટાન કર્યુ
લેખક દેવેંદ્ર પટેલે કર્યુ લાઇબ્રેરીનુ નિર્માણ
SPએ આકૃંદ લાયબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે પુસ્તક ભેટ કર્યા
મોડાસાઃ અરવલ્લી જિલ્લાના ધનસુરાના આકૃંદ ગામે અદ્યતન લાયબ્રેરીનું સ્થાપન કરવામાં આવ્યુ છે. જિલ્લા પોલીસ વડાએ આ લાયબ્રેરીની મુલાકાત લઇ પ્રભાવિત થયા હતા. જેના પગલે તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પરીક્ષાર્થીઓને મદદરૂપ થાય તેવા પુસ્તક ભેટ આપ્યા છે.
લેખક દેવેંદ્ર પટેલે કર્યુ લાઇબ્રેરીનુ નિર્માણ
અરવલ્લી જિલ્લાના ધનસુરામાં આકૃંદ પ્રાથમિક શાળા ખાતે આસપાસ ના ગામડા ના વિદ્યાર્થેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે આધુનિક લાઇબ્રેરી બનાવાવમાં આવી છે. આ લાઇબ્રે રીનું ગુજરાતના ખ્યાતનામ પત્રકાર અને કોલમ લેખક દેવેંદ્ર ભાઇ પટેલના પ્રયત્નોથી નિર્માણ કરવામાં આવ્યું છે .આ લાઇબ્રેરીની મુલાકાત અરવલ્લી જિલ્લાના ડી.એસ.પી સંજય ખરાતે થોડા દિવસો આગાઉ લીધી હતી. લાઇબ્રેરીના નિર્માણના ઉમદા આશયથી પ્રભાવિત થઇ જિલ્લા પોલીસ વડાએ લાઇબ્રેરીને પુસ્તકો ભેટ આપ્યા છે.
![ds](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-03-sp-library-photo6-gj10013jpeg_29012021201046_2901f_1611931246_1093.jpg)
![્ે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-03-sp-library-photo6-gj10013jpeg_29012021201046_2901f_1611931246_316.jpg)