ETV Bharat / state

અરવલ્લી પોલીસે અમદાવાદના સોપારી કિલર્સની ધરપકડ કરી - અરવલ્લી પોલીસ

5 સપ્ટેમ્બરના રોજ અરવલ્લી જિલ્લાના ધનસુરાના આકરૂન્દમાં 2 ઇસમો દ્વારા બાઇક પર જઇ રહેલા દંપતિ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતા. આ કેસની પોલીસ તપાસમાં ચોંકવનારી હકીકતો બહાર આવી હતી. જેમાં મહિલાનો પતિ ફરિયાદી વિજયગીરી ભુરગીરી ગોસ્વામી જ આરોપી નિકળ્યો હતો. આ કેસમાં હુમલો કરનારા 2 ઇસમો ફરાાર છે.

ETV BHARAT
અરવલ્લી પોલીસે અમદાવાદના સોપારી કિલર્સની ધરપકડ કરી
author img

By

Published : Sep 13, 2020, 12:53 AM IST

અરવલ્લી: ગત શનિવારના રોજ આકરૂન્દ ગામની સીમમાં એક મહિલા ઉપર અજાણ્યા ઇસમોએ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી હતી. બાયડના વિજયગીરી તેની પત્ની પારૂલબેન સાથે મોટર સાયકલ ઉપર જતા હતો. આ દરમિયાન વિજયગીરી આકરૂન્દ ગામમાં રોડની બાજુમાં મોટર સાયકલ મુકી લઘુશંકા કરવાનું બહાનું કરી તેની પત્નીથી દુર જતો રહ્યો હતો. આ સમયે અમદાવાદના આરોપીઓ અનીલ જયરામ ચૌહાણ અને સચીન રાધેશ્યામ કડિયાએ તિક્ષ્ણ હથિયારથી પારૂલબેનને ગળાના ભાગે ઇજાઓ કરી ફરાર થઇ ગયા હતા.

અરવલ્લી પોલીસે અમદાવાદના સોપારી કિલર્સની ધરપકડ કરી

પોલીસ તપાસમાં હકીકત બહાર આવી હતી કે, મહિલાના પતિએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાની પત્નીને મારી નાખવા સોપારી આપી હતી. જેથી પોલીસે ગણતરીના કલાકોમાં હુમલાનો ભેદ ઉકેલી આરોપી પતિ અને સોપરીનું સેટીંગ કરાવનારા વચોટીયાની ધરપકડ કરી હતી. જો કે, હુમલો કરનાર બન્ને આરોપીઓ પોલીસની પકડથી દૂર હતા, પરંતુ પોલીસ ક્રો ગતિમાન કરી બન્ને સોપારી લેનારા આરોપીઓને જેલના હવાલે કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.