અરવલ્લી: જિલ્લા LCBની ટીમ જિલ્લાના મેઘરજમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન માલપુર રોડ ઉપર આવેલા ફીટ ઇન્ડિયા જીમની આગળના ભાગે એક ઇસમ ઓન લાઇન જુગાર રમાડતચો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે સોહેલ બાકરોલીયા ઉર્ફે માય નેમ ઇઝ ખાનને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો.
પોલીસે આરોપી પાસેથી પાસેથી રૂપિયા 5,000 કિમંતનો મોબાઇલ તથા રૂપિયા 900 રોકડ રકમ જપ્ત કરી છે. પોલીસ મોબાઇલને ચેક કરતાં વોટસપ ચેટીંગમાં અલગ-અલગ નામોના ઇસમોએ અલગ-અલગ ભાવ લખી ઓનલાઇન ચેટીંગ કર્યાની હકીકત મળી આવી હતી. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.