ETV Bharat / state

અરવલ્લી : બાયડ ખાતે આવેલા જય અંબે દિવ્યાંગ મહિલા સમાજ સેવા ટ્રસ્ટે માનવતાની મહેક પ્રસરાવી - બાયડ

અરવલ્લી : જિલ્લાના બાયડ ખાતે જય અંબે દિવ્યાંગ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ આવેલું છે. 3 વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલા આ આશ્રમ થકી કેટલીય માનસિક અસ્વસ્થ મહિલાઓનું પરિવાર સાથે મિલન થયુ છે. ઉમદા હેતુથી શરૂ કરવામાં આવેલો આ આશ્રમ આજે કેટલીય માનસિક અસ્વસ્થ મહિલાઓ માટે સુરક્ષિત આશરો બની ગયુ છે.

જય અંબે દિવ્યાંગ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ
જય અંબે દિવ્યાંગ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ
author img

By

Published : Dec 15, 2020, 8:53 PM IST

  • જય અંબે દિવ્યાંગ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ માનસિક અસ્થિર મહિલાઓ માટે કામ કરે છે
  • 3 વર્ષ પહેલા શરૂ કરાયો હતો આ આશ્રમ
  • સંસ્થાએ રાજ્ય તથા આંતરરાજ્યની કુલ 117 મહિલાઓનું તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું

અરવલ્લી : માનસિક અસ્વસ્થ વ્યક્તિઓ ખુબ જ યાતનાઓમાંથી પસાર થતા હોય છે અને આવા વ્યક્તિ જો ભુલા પડી જાય તો તેમની હાલત દયનીય થઇ જાય છે. એમાંય વળી મહિલાઓ હોય તો શોષણનો પણ ભોગ બનતી હોય છે. આવી અસ્વસ્થ મહિલાઓ માટે અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આવેલા જય અંબે દિવ્યાંગ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા એક આશ્રમ સ્થાપિત કર્યો છે. 3 વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલા આશ્રમમાં માનસિક અસ્થિત મહિલાઓને ઘર જેવી હૂંફ મળે છે.

બાયડ ખાતે આવેલા જય અંબે દિવ્યાંગ મહિલા સમાજ સેવા ટ્રસ્ટે માનવતાની મહેક પ્રસરાવી

હાલ 135 મહિલાઓની જય અંબે દિવ્યાંગ મહિલા સમાજ સેવા ટ્રસ્ટના આશ્રમમાં છે

આશ્રમની શરૂઆત 3 માનસિક અસ્થિર બહેનોથી કરવામાં આવી હતી. આજે 135 મહિલાઓની જય અંબે મંદબુદ્વિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સેવા કરવામાં આવી રહી છે. 181 અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમ પણ અરવલ્લી તેમજ આસપાસના જિલ્લાઓમાંથી મળી આવતી માનસિક અસ્થિર બહેનોને આશ્રમમાં લઇ આવે છે. આ સિવાય કોઇપણ જગ્યાએથી કોલ આવે તો સંસ્થાના સ્વયંસેવકો જાતે જ પહોંચી મહિલાને આશ્રમમાં લાવે છે.

117 મહિલાઓને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું

આશ્રમમાં આવ્યા બાદ સ્વાસ્થમાં સુધારો થતા મહિલાઓને પોતાનું નામ અને સરનામુ યાદ આવે ત્યારે તેમના પરિવારજનો સંપર્ક કરવામાં આવે છે. રાજ્ય તથા આંતરરાજ્યની કુલ 117 મહિલાઓને તેમના પરિવાર સાથે મિલન પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે.

આશ્રમને પોતાનું ઘર બનાવ્યુ

જોકે, આશ્રમમાં મળેલા પ્રેમને કારણે કેટલીક મહિલાઓએ આશ્રમને પોતાનું ઘર બનાવી લીધુ છે. જેમાંની એક છે, ક્રિષ્ના અમિન. આ પહેલા કિષ્ના એરલાઈન્સ કંપનીમાં એર હોસ્ટેસ તરીકે કાર્ય પણ કરતી હતી. મંદબુદ્વિ વ્યક્તિઓ કેટલીક વખત પોતાના પરિવાર માટે પણ પરાયા થઇ જતા હોય છે, ત્યારે પારકાને પણ સ્વજનની જેમ સાચવી આશ્રમ સમગ્ર પંથકમાં માનવતાની મહેક પ્રસરાવી રહ્યુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.