- Aravalli District Planning Board meeting યોજાઈ
- 1010.65 લાખના 749 વિકાસલક્ષી કામો મંજૂર થયાં
- જિલ્લાના છ તાલુકાનું આયોજન મંજૂર થયું
મોડાસાઃ Aravalli District Planning Board meeting માં જિલ્લાના છ તાલુકાનું આયોજન તેમજ જિલ્લા કક્ષા સહિતના કામોની અરવલ્લી જિલ્લાના પ્રભારી પ્રધાન રમણલાલ પાટકર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ આયોજન પ્રભાગના આદેશના પગલે ( development works ) વિકાસલક્ષી કામોનું અમલીકણ સમયસર થવાના સંજોગોમાં જિલ્લાના પ્રજાજનોની સુખાકારીમાં વિકાસના કામો થકી વધારો થશે જેથી જિલ્લાની જનતામા આનંદની લાગણી વ્યાપી છે.
આ પણ વાંચોઃ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે અરવલ્લીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે કરી મુલાકાત, માસ્ક પહેર્યા વગર સંબોધી સભા
બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલે સૂચવેલ વિકાસના કામોને મંજૂરી
Aravalli District Planning Board meeting માં બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલે તાલુકાની કાર્યવાહી નોધમાં પોતાની સહી તાલુકા આયોજન સમિતિ દ્વારા લેવામાં આવતી ન હોવા બાબતે તેમજ પોતે સૂચવેલા કામોમાં ફેરફાર કરવા બાબતે, જિલ્લા આયોજન મંડળ અધ્યક્ષ રમણલાલ પાટકરને રજૂઆત કરતાં આ બાબતે તાલુકા પંચાયત પ્રમુખ માલપુરને પૃચ્છા કરવામાં આવી હતી. માલપુર તાલુકા પંચાયત પ્રમુખે કામોમાં કોઈ ફેરફાર નહીં કરી બાયડના ધારાસભ્ય જસુભાઈ પટેલ દ્વારા સૂચવેલા કામોને પણ તાલુકા આયોજન સમિતિએ મંજૂરી આપી છે તેમ જણાવી જશુભાઈ પટેલ દ્વારા સૂચવેલા અને મંજૂર કરેલા કામોની યાદી રજૂ કરી નકલ આપી હતી. આમ કોઈ અન્યાય થયાનું નહીં જણાતા અધ્યક્ષ દ્વારા મોડાસા ,ભીલોડા મેઘરજ,માલપુર,ધનસુરા,બાયડના તાલુકા આયોજન સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવેલ તમામ ( Grant approve ) 1010.65 લાખના 749 કામોને મંજૂર કરવામાં આવતા સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
ટૂંકસમયમાં જ સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ પાસેથી આ તમામ કામોના નકશા અંદાજો સહિત તાંત્રિક મંજૂરી મેળવી વહીવટ મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે એમ જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીએ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ અરવલ્લીની મોડાસા અને બાયડ નગરપાલિકાઓમાં વિકાસકાર્યો માટે કરોડોના ચેકનું વિતરણ