- અરવલ્લી જિલ્લામાં કોરોનાનો આંક 707 પર પહોચ્યો
- સતત બીજા દિવસે 4 કેસ નોંધાયા
- જ્યારે 589 દર્દીઓનો રજા આપવામાં આવી
અરવલ્લીઃ જિલ્લામાં સતત બીજા દિવસે કોવીડ-19ના ચાર કેસ નોંધાતા કોરોનાગ્રસ્ત દર્દીઓનો આંક 707 પર પહોંચ્યો છે. જેની સામે સિવિલ હોસ્પીટલ હિમતનગરમાં 03 પોઝિટિવ દર્દીની સારવાર પૂર્ણ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સોમવારના રોજ મોડાસામાં 02, ધનસુરા તાલુકામાં 02 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
હાલ 45 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ
હાલમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં-26, વાત્રક જનરલ હોસ્પિટલમાં-05, અમદાવાદ હોસ્પિટલમાં-03, સિવિલ હોસ્પીટલ હિમતનગરમાં-03 તેમજ હોમ આઇસોલેશન-08 દર્દીઓ સારવાર હેઠળ છે.
આરોગ્યની કુલ-80 ટીમો દ્વારા કુલ-1696 ઘરોની કુલ-7861 વસ્તીનું હાઉસ ટુ હાઉસ સર્વે
હાલમાં કોરોના વાઈરસ સમગ્ર દેશ અને દુનિયામાં ફેલાયેલ હોવાથી પોઝિટિવ દર્દીઓના સંર્પકમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે. પોઝિટિવ કેસ જાહેર થતા ત્યા સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે COVID-19 નોધાયેલ પોઝિટિવ કેસના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરેલ હોય તેવા વિસ્તારમાં કામગીરી કરવામાં આવી રહી છે. પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલ કુલ-519 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.