- અરવાલ્લી જિલ્લામાં 2 નવા પોઝિટિવ કેસ સાથે 3ના મોત
- 40 પોઝિટિવ દર્દીઓ કોવિડ સેન્ટરમાં સારવાર હેઠળ
- કુલ 686 કેસ માંથી 573 ડિસ્ચાર્જ
અરવલ્લી : જિલ્લામાં બુધવારના રોજ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના કેસનો આંક 686 પર પહોંચ્યો છે. જે પૈકી 573 દર્દીઓની સારવાર પૂર્ણ થતાં તેમને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે 3 પોઝિટિવ દર્દીઓના સારવાર દરમિયાન મોત થયું છે. હાલ અરવલ્લી જિલ્લામાં કુલ 40 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે.
3 કોરોના દર્દીના સારવાર મોત
અરવલ્લી જિલ્લામાં બુધવારના રોજ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓનો કુલ આંક 686 થયો છે . જેમાં મોડાસા ગ્રામ્ય અને નગરમાં એક-એક કેસ નોંધાયો છે. બુધવારના રોજ 3 કોરોના પોઝિટિવ દર્દીઓનું મૃત્યુ થયુ છે. જેમાં મોડાસા, ધનસુરા અને ડુઘરવાડામાં એક-એક કોરોના દર્દીનું મોત થયુ છે.
આરોગ્ય વિભાગ દ્વારા 1,388 ઘરોના 6,554 લોકોનું હાઉસ ટુ હાઉસ સર્વે કરાયો
તકેદારીના ભાગરૂપે નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરાયા હોય તેવા વિસ્તારોમાં આરોગ્યની 65 ટીમ દ્વારા 1,388 ઘરોના 6554 લોકોનું હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવ્યો હતો. પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા 446 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
40 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ
હાલ મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં 22, વાત્રક જનરલ હોસ્પિટલમાં 02, અમદાવાદની હોસ્પિટલમાં 03, સિવિલ હોસ્પિટલ હિંમતનગરમાં 05 તેમજ હોમ આઇસોલેશન 08 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે.