- અરવાલ્લી જિલ્લામાં 3 નવો પોઝિટિવ કેસ નોંધાયા
- 40 પોઝિટિવ દર્દીઓ કોવિડ સેન્ટરમાં સારવાર હેઠળ
- કુલ 684 કેસ માંથી 571 ડિસ્ચાર્જ
અરવલ્લી : જિલ્લામાં મંગળવારે કોરોનાના 3 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 684 થયો છે. જેમાંથી 571 દર્દીઓ કોરોનામુક્ત થતા તેમને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે હાલ કુલ 40 પોઝિટિવ દર્દીઓ કોવિડ સેન્ટરમાં સારવાર લઇ રહ્યા છે.
અરવલ્લી કોરોના અપડેટ
કુલ પોઝિટિવ કેસ - 684
કુલ સક્રિય કેસ - 40
કુલ ડિસ્ચાર્જ - 571
ત્રણ કેસ નોંધાયા
અરવલ્લી જિલ્લામાં મંગળવારના રોજ કોરોનાના 3 કેસ નોંધાયા છે. જેમાં મોડાસા ગ્રામ્ય વિસ્તારમાં 01, બાયડ ગ્રામ્ય વિસ્તારમાં 01, તેમજ ધનસુરા તાલુકામાં 01 પોઝિટિવ કેસ નોધાયો છે. આ તમામ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ક્યા કેટલા દર્દી સારવાર લઇ રહ્યા છે
હાલ મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં 24, વાત્રક જનરલ હોસ્પિટલમાં 02, અમદાવાદ ખાતે હોસ્પિટલમાં 03, સિવિલ હોસ્પિટલ હિમતનગર ખાતે 03 તેમજ હોમ આઇસોલેશન હોય તેવા 08 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે.
ટપાલ વિભાગમાં કોરોનાનો ભરડો
આ ઉપરાંત અરવલ્લી જિલ્લા પંચાયત કચેરીમાં પણ કોરોનાએ પગ પેસારો કર્યો છે. જેમાં ટપાલ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ કર્મચારી કરોનાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.