- અરવલ્લી જિલ્લામાં 17 પોઝિટિવ કેસ નોંધાયા
- અરવલ્લી જિલ્લામાં કુલ 663 પોઝિટિવ કેસ
- અરવલ્લી જિલ્લામાં કુલ 32 એક્ટિવ કેસ
અરવલ્લી : શિયાળાની ઠંડીનું જોર વધતા અરવલ્લી જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ પણ ઝડપથી વધી રહ્યું છે. જિલ્લામાં શનિવારે 17 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાથી મોડાસા નગર વિસ્તારમાં 07 અને ગ્રામ્ય વિસ્તારમાં 03, ભિલોડા તાલુકામાં 03, તેમજ ધનસુરા તાલુકામાં 04 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.
વિવિધ હોસ્પિટલ્સમાં 32 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ
અરવલ્લી જિલ્લામાં હાલમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં 13, વાત્રક જનરલ હોસ્પિટલમાં 04, અમદાવાદ હોસ્પિટલમાં 03 તેમજ સિવિલ હોસ્પિટલ હિમતનગરમાં 03 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. આ સાથે જિલ્લામાં હોમ આઇસોલેશન 09 દર્દીઓ સારવાર હેઠળ છે.
કોરોનાના કેસ વધતા વહીવટી તંત્ર સક્રિય
અરવલ્લી જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થતા વહીવટી તંત્ર સક્રિય થયુ હતું. જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયા અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ મોડાસા નગરના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી.