અરવલ્લી: જિલ્લામાં શનિવારે મોડાસા નગરમાં 5 તેમજ બાયડમાં 1 એમ મળી કુલ છ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. ગઇકાલે માલપુરના મેવાડામાં એક પોઝિટિવ કેસ જાહેર થતાં વિસ્તારમાં સંક્રમણનું અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે નિયંત્રિત વિસ્તાર જાહેર કરવમાં આવ્યો હતો. આ વિસ્તારમાં આરોગ્યની એક ટીમ દ્વારા કુલ 26 ઘરમાં હોમ ટુ હોમ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમાંથી દર્દીના સંપર્કમાં આવેલા કુલ 4 વ્યક્તિઓને હોમક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા.
હાલમાં હોમક્વોરેન્ટાઇન યાત્રી તેમજ લોકલ વ્યક્તિની સંખ્યા કુલ 217 છે. તથા વાત્રક કોવિડ હોસ્પિટલ આઈસોલેશનમાં 00, તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં 10 પોઝિટિવ દર્દીને સારવાર હેઠળ તેમાંથી અમદાવાદ જિલ્લાના 01 પોઝિટિવ દર્દીને સારવાર હેઠળ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ અરવલ્લી જિલ્લાના 03 પોઝિટિવ કેસને હીંમતનગર સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.
અરવલ્લીમાં કોરોના પોઝિટિવનો આંક 150 પહોંચ્યો, વધુ એક દર્દીનું મોત
અરવલ્લી જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જિલ્લામાં ગત ચોવીસ કલાકમાં 6 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં કુલ દર્દીઓની સંખ્યા 150એ પહોંચી છે. જેમાંથી 119 દર્દીઓ સ્વસ્થ થતા સ્વગૃહે પરત મોકલવામાં આવ્યા છે. જ્યારે 13 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.