ETV Bharat / state

મેઘરજમાં પૂજારીએ યુવતીનું અપહરણ કરતા લોકોમાં રોષ

અરવલ્લીના મેઘરજ ગામે મંદિરના પૂજારીની એક યુવતી પર નજર બગડતા તેને પ્રાપ્ત કરવા યુવતીનું અપહરણ કર્યું હતુ. આ બાબતે મેઘરજ પોલીસ સ્ટેશનમાં(Megharj Police Station) યુવતીના પિતાએ પૂજારી અને તેના 2 મિત્રો સામે ફરિયાદ નોંધાવી છે. જેના પગલે મેઘરજ પોલીસે આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

મેઘરજમાં પૂજારીએ યુવતીનું અપહરણ કરતા લોકોમાં રોષ
મેઘરજમાં પૂજારીએ યુવતીનું અપહરણ કરતા લોકોમાં રોષ
author img

By

Published : Jun 15, 2021, 2:17 PM IST

  • પૂજારીએ ગામની યુવતીનું અપહરણ કરતા લોકોમાં રોષ
  • યુવતીના પિતાએ પૂજારી અને તેના 2 મિત્રો સામે નોંધાવી ફરિયાદ
  • મેઘરજ પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ અપહરણનો નોંધ્યો ગુનો

અરવલ્લીઃ જિલ્લાના મેઘરજના રાયવાડાના મંદિરોમાં પૂજા પાઠ કરતા કીશન રાજેન્દ્રસિંહ પુરોહીતે તેના બે મિત્રો સાથે મળી રાયવાડા ગામની યુવતીનું તેના અપહરણ કરતા ચકચાર મચી છે. આ બાબતે મેઘરજ પોલીસ સ્ટેશનમાં, યુવતીના પિતાએ પૂજારી અને તેના 2 મિત્રો સામે ફરિયાદ નોંધાવી છે. જેના પગલે મેઘરજ પોલીસ આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. કિશન પુરોહિતની એક યુવતી પર નજર બગડતા તેને પ્રાપ્ત કરવા, તેના પરિવાર સાથે ઘરાબો કેળવ્યો હતો.

આ પણ વાંચોઃ અરવલ્લીના શામળાજી બસ સ્ટેન્ડ નજીકથી યુવતીનું અપહરણ

પૂજારીએ યુવતિને જાળમાં ફસાવી

અરવલ્લી જિલ્લાના મેઘરજના રાયવાડા ગામમાં કીશન રાજેન્દ્રસિંહ પુરોહીત લોકોના ઘરે તેમજ મંદિરમાં પૂજા પાઠ કરાવતો હતો. ગામ લોકોએ તેને મંદિરોમાં પૂજા-પાઠ કરવા માટે પગાર ભથ્થા પર નિમણુંક કરી હતી. કિશન પુરોહિતની એક યુવતી પર નજર બગડતા તેને પ્રાપ્ત કરવા, તેના પરિવારનો વિશ્વાસ કેળવી તેમની સાથે ઘરાબો કેળવ્યો હતો. લંપટ પૂજારીએ યુવતિના ભાઈ સાથે સંબંધ કેળવી તેના ઘરે કોઇક વખત સત્સંગ કરવા જતો હતો. પૂજારીને યુવતિના પરિવારજનો તરફથી માન સન્માન મળતા હતા. જોકે પૂજારીના બદ મનસુબાથી પરિવારજનો અજાણ હતા.

મેઘરજમાં પૂજારીએ યુવતીનું અપહરણ કરતા લોકોમાં રોષ

આ પણ વાંચોઃ ગોંડલમાં સગીરનું અપહરણ કરી પોલીસ હવાલે થયેલો આરોપી તેનો પ્રેમી હોવાથી મળ્યા જામીન

યુવતિને પોતાની જાળમાં ફસાવવા પૂજારીએ તેને એન્ડ્રોઇડ ફોન આપ્યો

યુવતિને પોતાની જાળમાં ફસાવવા પૂજારીએ તેને એન્ડ્રોઇડ ફોન આપ્યો હતો અને પછી પ્રણ્યફાગ ખેલ્યા હતા. ફોનપર પૂજારી આખો દિવસ યુવતી સાથે વાતો કરતો હતો. જેની જાણ યુવતિના પિતાને થતા તેમણે ફોન લઇ લીધો હતો. જોકે હવે પૂજારી હિંમત વધી જતા યુવતિને લગ્નની લાલચ આપી તેના 2 મિત્રોની મદદગારીથી યુવતિના ઘરે પહોંચી અપહરણ કરી ફરાર થઇ ગયો હતો.

પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા

યુવતિના પિતાની ફરિયાદના આધારે મેઘરજ પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.