મોડાસા- અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના ટોરડા ગામના ઉર્મિલાબહેન ભગોરા ટોરડાની બેન્ક ઓફ બરોડામાં બિઝનેસ કોરસ્પોન્ડેડ (બીસી) સખી તરીકે કામ કરી રહ્યાં છે. કોરોના વાયરસ મહામારીના કપરા સમયમાં ઉર્મિલાબહેન છેલ્લાં ત્રણ મહિનામાં 2000થી વધારે ટ્રાન્જેક્શન કરી ૨,૫૦,૦૦૦ સુધીની રકમ પેન્શન, લૉન, રોકડ જમા તથા રોકડ ઉપાડ આપીને ગામ લોકોને મોટી મદદ કરી રહ્યાં છે.
કોરોનાના પ્રભાવ એવા જોવો મળ્યો કે તેમાં સૌથી પહેલા ગ્રામીણ વિસ્તારમાં વધુ અસર થઇ. તેથી જ અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારમાં 79 કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યાં, તેની સાથે જ ગામોનો કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં સમાવિષ્ટ થંતા જ જાણે કે જીનજીવન થંભી ગયુ., આવા સંકટના સમયે લોકોને સૌથી વધુ જરૂરિયાત હોય તો તે પૈસાની હોય અને બેંક જો તમારા આંગણે આવીને ઉભી રહે તો આનાથી વધારે ખુશી કઇ હોઇ શકે. લોકડાઉનના ચોથા તબક્કામાં આવશ્યક સેવા શરૂ કરવાની સાથે અન્ય સેવા પણ શરૂ કરાતા જનજીવન ધબકતું થયું પણ જયારે શરૂઆતના તબક્કે જિલ્લામાં કે ગામમાં કોરોનાનો કેસ આવે તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોના આરોગ્યના તકેદારીના ભાગરૂપે કન્ટેન્ટમેેન્ટ વિસ્તાર જાહેર કરી ત્યાં માત્ર જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવી આપે. પણ આ ઘરવખરી, કરિયાણું લેવું હોય તો પૈસા તો જોઇએ. ગામ આખું પ્રતિબંધિત વિસ્તારમાં હોય ને બેંક શહેરમાં જવું તો જવું કઇ રીતે? આ સંકટના સમયે ખરા અર્થમાં લોકસેવામાં ઉભાં રહી અરવલ્લીની બેંક સખી. સંકટના સમયે ગામડાંના લોકોને મોબાઇલ બેન્ક સેવા પૂરી પાડતાં અરવલ્લીની બેંક સખી ઊર્મિલાબહેન સાચા અર્થમાં કોરોના વોરિયર બન્યાં છે.